Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

૯૦ વર્ષનાં આ માજીની ફિટનેસ સામે ૨૫ વર્ષના જુવાનિયાઓ તો પાણી ભરે

ટોકીયો, તા.૧૬: જાપાનમાં તમને ૮૦-૯૦ વર્ષનાં દાદા-દાદી મળી જ જાય, કેમ કે અહીં લોકોની એવરેજ આવરદા ઘણી સારી છે. અહીં રિટાયરમેન્ટની ઉંમર પછી પણ કામ કરતા લોકો તમને મળી જશે. જોકે તાકિશિમા મિકા નામનાં ફિટનેસ-ટ્રેઇનરને મળશો તો લાગશે જ નહીં કે આ દાદી ત્રણ દાયકા પહેલાં રિટાયર થઈ ચૂકયાં છે. ઇન ફેકટ, રિટાયરમેન્ટની ઉંમર પછી જ તેમણે તેમનો આ નવો પ્રોફેશન શરૂ કર્યો છે.

૬૫ વર્ષની ઉંમરે એક વાર તેમના વધેલા વજન માટે પતિએ કંઈક કમેન્ટ કરી અને તાકિશિમાબહેનને હાડોહાડ લાગી આવ્યું. પછી તો પૂછવું જ શું? વજન ઘટાડવા, ફ્લેકિસબિલિટી સુધારવા આ આન્ટી મંડી પડ્યાં. એ દરમ્યાન તેમણે બ્રાઝિલિયન મોડલ્સ જોઈ. તેમને થયું આવી મોડલ્સ જેવા બમ જ હોવા જોઈએ, એટલે તેમણે બોડીને શેપમાં લાવવા જહેમત ઉઠાવી. ૭૯ વર્ષની ઉંમરે પહેલી વાર તેઓ જિમનો દાદરો ચડ્યાં અને પછી તો ધીમે-ધીમે કરતાં તેમની રગ-રગમાં ફિટનેસ વણાઈ ગઈ કે ૮૭ વર્ષની ઉંમરે તેઓ ફિટનેસ-ટ્રેઇનર બન્યાં. હવે જિમમાં ૨૦ વર્ષના નવસીખિયાઓ તેમની  સામે પાણી ભરે છે. તેમની એનર્જી, ફ્લેકિસબિલિટી અને બોડીની સ્ટ્રેન્ગ્થ ખરેખર જુવાનિયાઓને શરમાવે એવી છે.

(4:01 pm IST)