Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ટેન્કર પર હુમલા બાદ યુએસ-ઇરાન તનાવઃ લશ્કરી પગલાની શકયતા

                  

વોશિંગ્ટન : આ સપ્તાહે પેર્શિયન અખાતમાં તેલ ટેન્કરો પરના હુમલા માટે ઇરાન જવાબદાર છે. એમ અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતુ અને સાથે કસમ ાધી હતી કે હોર્મુઝની સામુદ્રધુનિનો ચાવીરૃપ જહાજી માર્ગ બંધ નહી થાય. ગુરુવારે  પર્શિયન અખાતમાં તેલ ટેન્કર પરના હુમલામાં ઇરાન સંડોવાયુનુ દર્શાવતી તસ્વીરો અમેરિકી અધિકારીઓએ જારી કર્યા બાદ પ્રમુખની આ નુકતેચીની આવી છે. એ બનાવ બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તનાવ વધ્યો છે.  બીજી તરફ ઇરાન હુમલાનો આક્ષેપ નકારે છે. ઘર્ષણના સંજોગો વકર્યા છે કારણ વહીવટીતંત્રે ઇરાની તેલનિકાસ પરના નિયંત્રણો મેના આરંભે કડક બનાવ્યા છે. હોર્મુઝની સામુદ્રધાનિમાંની પ્રવાસ કરતા વ્યાપારિક જહાજોને  નૌકાદળી એસ્કોર્ટસ પુરા પાડવા સહીત હુમલાના કેટલાક પ્રતિસાદ આપવાનું અમેરીકા વિચારી રહ્યું છે.

(2:23 pm IST)