Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ન્યુઝીલેન્ડના ઉત્તરપૂર્વમાં 7.2 તીવ્રતાનો ભૂકંપનો આચકો આવ્‍યો અને સુનામીને અટકાવ્‍યું : કોઇ જાનહાની નથી થઇ

નવી દિલ્‍હી : ન્યુઝીલેન્ડમાં આજે ખુબ જ મોટો ધરતીકંપનો અનુભવ કરવામાં આવ્યો છે. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. ભૂકંપના આ ઝટકા ઉત્તર-પૂર્વ ન્યુઝીલેન્ડમાં રિમોટ વિસ્તાર કેરમાડ઼ેક દ્રીપ પર અનુભવવામાં આવ્યા છે. ત્યારપછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. શરૂઆતી અનુમાનો પછી દરિયા કિનારે સંભવિત ખતરા વિશે વાત કરવામાં આવી હતી. તેની સાથે નાની અને મોટી નાવડીઓને પણ એલર્ટ કરવામાં આવી હતી. એલર્ટ પછી ન્યુઝીલેન્ડની સિવિલ ડિફેન્સ ઓર્ગેનીઝેશન ઘ્વારા 8 મિનિટમાં આ જગ્યાને ખાલી કરવામાં આવી હતી.

શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.4 નોંધવામાં આવી હતી. ત્યારપછી યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર 7.2 જણાવવામાં આવી. ત્યારપછી પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે પણ સુનામીની ચેતવણી પાછી લઇ લીધી. પરંતુ આ વાતને અંગે સાવધાની રાખવામાં માટે જણાવવામાં આવ્યું છે કે જે જગ્યા પર ભૂકંપ આવ્યો છે ત્યાંના દરિયા કિનારે પાણી વધી શકે છે. ભૂકંપ સ્થાનીય સમય અનુસાર 10.55 વાગ્યે ન્યુઝીલેન્ડ શહેર તૌરંગથી 928 કિલોમીટર દૂર 10 કિલોમીટર ઊંડાણમાં અનુભવવામાં આવ્યા.

આપને જણાવી દઈએ કે આ દ્વિપ પર જવાળામુખીની ચોટીઓ છે, જેમાંથી કેટલાક હજુ પણ સક્રિય છે જેને કારણે સમુદ્રનું સ્તર વધી જાય છે અને હંમેશા રેક્ટર સ્કેલ પર 7 તીવ્રતાનો ભૂકંપ આવે છે.

(12:51 pm IST)