Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભ્રસ્ટાચારના આરોપસર દક્ષિણ કોરિયાના 3 પૂર્વ પ્રમુખોને જેલ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ ગ્યુન-હે ને કરોડો રૂપિયાનો ભ્રસ્ટાચાર આપવાના આરોપસર ત્યાંની અદાલતે દેશના 3 પૂર્વ ખુફિયા પ્રમુખને ત્રણ વર્ષની જેલની સજાની સુનવણી કરી છે સ્થાનિક મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય ખુફિયા સેવાના પ્રમુખો લી બાઈંગ-હો અને નામ-જે-જુનને 2013થી2016ની વચ્ચે તાત્કાલિક રાષ્ટ્રપતિ પાર્કને લગભગ 32 લાખ ડોલર રૂપિયા આપ્યા હતા જે માત્ર ખુફિયા જાણકારી માટે પૈસા આપવામાં આવ્યા હતા આ ભ્રસ્ટાચારના આરોપસર તેને ત્રણ વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે.

(7:12 pm IST)
  • ગુરુવારે હાઈકોર્ટે ડૉ. આરસી શાહની પૂર્વ ધરપકડ જામીન અરજીને રદ્દ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરસી શાહ અમદાવાદ નગરપાલિકાનાં અધીક્ષક હતા અને લાંચ લેવાના ગુનામાં સસ્પેન્ડ કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટે આ જામીન અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યુ કે, ભ્રષ્ટ અધિકારીઓ અને મંત્રીઓ સમાજ માટે ભાડાના હત્યારોઓથી પણ વધારે ખતરનાક છે. access_time 1:03 am IST

  • સુરતથી મુંબઈ સુધી ગઈકાલે સાંજથી હાઈવે ઉપર ઠેર-ઠેર વરસાદી ઝાપટા અને વાદળા છવાયેલા જોવા મળે છે access_time 11:28 am IST

  • દિલ્હી ઉપ રાજ્યપાલની ઓફિસ રાજનિવાસમાં ધરણા પર બેઠેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે ઈદના અવસરે એલજી અનિલ બૈજલને ઈદની શુભેચ્છા આપી. પોતાના ટ્વીટમાં સિસોદિયાએ લખ્યું - ઈદ મુબારક સર! તમારા રાજભવનમાં પાંચ દિવસથી બેઠા છીએ. ઈદ મળવાના બહાને બોલાવી લો. 4 દિવસથી ઉપવાસ પર છું. કહે છે કે હોળી, દિવાળી અને ઈદ પર તો દુશ્મનને પણ ગળે લગાવી લેવામાં આવે છે. દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને વિકાસ, શ્રમ તથા રોજગાર મંત્રી ગોપાલ રાય મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સાથે ઉપ રાજ્યપાલની ઓપિસમાં ધરણા પર બેઠા છે. સત્યેન્દ્ર જૈને મંગળવારથી અને મનીષ સિસોદિયાએ બુધવારથી ભૂખ હડતાળ શરૂ કરી છે. access_time 9:04 pm IST