Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બ્લોકસ સાથે રમતાં બાળકોની ગાણિતિક ક્ષમતાઓ સારી ખીલ

 નવી દિલ્હી તા.૧૬: પ્લે-સ્કૂલ કે નર્સરીમાં બાળક જાય એ પહેલાંથી જ તે શું રમે છે કે શું કરે છે એને આધારે તેની શીખવાની ક્ષમતાઓ આકાર લેવા માંડે છે. નાનાં બાળકોને વિવિધ જાતના શેપ્સવાળા લાકડાંના બ્લોકસ કે લેગો જેવા વિવિધ શેપના પ્યાદાંઓથી રમવાનું શીખવ્યું હોય તો તેમનું મગજ શાર્પ થાય છે. અમેરિકાની પુર્ડુ યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે જે બાળકો બ્લોકસ સાથે રમે છે તેમનું ગણિત સારું થાય છે. બ્લોકસની ગણતરી, જાતજાતના શેપ કે સાઇઝની ઓળખ અને બે બ્લોકસને મેચ કરીને નવો શેપ બનાવવાની કળા બાળક જેટલી નાની ઉંમરે શીખે છે એટલું તેનાં મગજનું ફંકશનિંગ સુધરે છે. અભ્યાસકર્તાઓએ ત્રણથી પાંચ વર્ષની વયના બાળકોને રોજ પંદર થી વીસ મીનીટ માટે બ્લોકસથી રમાડીને તેમના મગજને તાલીમ આપી હતી. લગભગ ૧૪ સેશન પછી બાળકમાં તેમની ઉંમર મુજબ કોમ્પલેકસ કહેવાય એવી ગણતરી કરવાની ક્ષમતા આવી ગઇ હતી. શરૂઆતમાં બાળકોને માત્ર ઊંચો ટાવર બનાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ધીમે-ધીમે કરતાં ચિત્રમાં બતાવેલા શેપ મુજબ બ્લોકસ વાપરીને એવો શેપ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું.

અભ્યાસકર્તાઓનું કહેવું છ કે નિયમિત ધોરણે બ્લોકસ કે લેગ જેવી રમત રમવાથી બાળકોમાં શેપ, સાઇઝ અને ગણતરીનો અંદાજ બેસવા લાગે છે જે તેમને ભવિષ્યમાં સંકુલ ગણિત માટે તૈયાર કરે છે. (૧.૭)

(4:01 pm IST)