Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભૂલથી બેટરી ગળાઇ ગઇ હોય તો મધ પીવાથી ઓછી હાનિ થાય

ન્યુયોર્ક તા. ૧૬: અમેરિકામાં દર વર્ષે બાળકો બેટરી ગળી ગયા હોય એવા લગભગ રપ૦૦ કેસ નોંધાય છે. છેલ્લા એક દાયકામાં બેટરી ગળી જવાના કિસ્સામાં જીવનું જોખમ બારગણું વધી ગયું હોવાનું નોંધાયું છે. અમેરિકાની ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓફ ફિલાડેલ્ફિયાના નિષ્ણાતોનું કહેવું છે કે બેટરી પેટમાં જાય એના બે કલાકમાં જ એની માઠી અસરો થવાની શરૂ થઇ શકે છે. બેટરી બહાર કાઢવામાં આવે એ દરમ્યાનના વચગાળાના સમયમાં બાળકની સેફટી જાળવવાનું બહુ જ ક્રિટિકલ હોય છે. ઘણી વાર બાળકને પાણી ગળવામાં તકલીફ પડે, શ્વાસ લેવામાં તકલીફ પડવાથી શ્વાસોચ્છ્વાસ વખતે ઘરઘરાટી બોલે, ખૂબ તાવ આવી જાય જેવાં લક્ષણો જોવા મળે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે બેટરી ગળાઇ ગયા પછી શરીરમાં અંદર અતિ ગંભીર ઇજા ન થાય એ માટે મધ આપવાથી ફાયદો થાય છે. (૭.૩૯)

(3:59 pm IST)