Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

વાળની બધી સમસ્યાઓનો ઉકેલઃ સૂતા પહેલા લગાવો આ તેલ

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે ઓયલીંગ આપણા વાળ માટે ફાયદાકારક હોય છે. તેનાથી તમારા વાળ અને સ્કેલ્પને પોષણ મળે છે. પરંતુ, હંમેશા મોટા ભાગના લોકો એ વાતને લઈને કન્ફયુઝ રહે છે કે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ.

આ તેલ તમને બજારમાં તૈયાર નહીં મળે. તેને તમારે ઘર પર બનાવવુ પડશે. તેના માટે ૪ વિટામીન ઈ કેપ્સૂલ, ૨ ટીસ્પૂન નારિયેળ તેલ, ૧ ટીસ્પૂન બદામ તેલ અને ૨ ટીસ્પૂન કેસ્ટર ઓયલને એક બોટલમાં ભરી વ્યવસ્થિત મિકસ કરો.

આ તેલનો અઠવાડીયામાં એકવાર ઉપયોગ કરો. હવે રાત્રે સૂતા પહેલા ૧૦ મિનીટ હળવા હાથથી મસાજ કરો અને સવારે વાળ શેમ્પૂથી ધોઈને કન્ડીશનર કરી લો.

 આ તેલના ઉપયોગથી તમને થોડા જ દિવસમાં ફર્ક જોવા મળશે. આ તેલ હેર ફોલને રોકે છે અને તમારા વાળના મૂળમાં પીએચ લેવલ સારૂ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત વાળને નવી ચમક પણ મળે છે.

(10:09 am IST)
  • બદલાશે ઇતિહાસ: 221 દલિત મહિલાઓને દીક્ષા આપીને સંતનો દરજ્જો આપશે જુના અખાડા: 300 દલિત અને મહાદલિત પુરુષોને પણ સંતની ઉપાધી આપશે: મૌની અમાવસ્યા પહેલા આ દલિત મહિલાઓને સંતની દીક્ષા અપાશે: મહિલા સંતોમાંથી પાંચને મહામંડલેશ્વર પણ બનાવાશે access_time 1:08 am IST

  • રેસ-3 ફિલ્મે પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી :બોક્સઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ :પહેલા જ દિવસની કમાણી બાબતે રેકોર્ડ તોડ્યો :સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફીલ બની access_time 12:50 pm IST

  • મુંબઈમાં આજે સવારથી બહારના વિસ્તારોમાં વાદળાઓની જબ્બર જમાવટ છે : વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે access_time 11:28 am IST