Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

યોગ શું છે? જાણો યોગના લાભ અને નિયમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી લગભગ પૂરી થઈ ગઈ છે. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  મનાવવામાં આવશે. યોગ બધા વ્યકિત માટે જરૂરી છે. સાથે જ યોગને તમે તમારા જીવનમાં સામેલ કરશો તો તેના ઘણા ફાયદા જોવા મળશે.

યોગ શું છે?

યોગ પોતે જ એક વિજ્ઞાન છે અને તેથી રોજીંદા જીવનમાં તેને સામેલ કરવુ જોઈએ. તે વ્યકિતના માનસિક, આધ્યાત્મિક જેવા બધા સ્તરે કામ કરે છે. યોગ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. યોગનો શાબ્દિક અર્થ થાય છે 'જોડાણ' એટલે કે જોડવુ. યોગ અંતર્ગત પ્રાણાયમ, ષટકર્મનો અભ્યાસ કરવામાં આવે છે. યોગ જીવવાની રીત અને એક પરમ ઉદ્દેશ પણ છે.

યોગના લાભ

શારીરિક અને માનસિક યોગના કેટલાય ફાયદા હોય છે. તેનો એટલો શકિતશાળી પ્રભાવ હોય છે, જેના કારણે એકીકરણના સિદ્ધાંત પર કામ કરે છે. યોગ અસ્થમા, ડાયાબીટીશ, બ્લડ પ્રેશર, સંધિવા અને અન્ય બીમારીઓના ઉપચારમાં ખૂબ જ ફાયદાકારક છે. યોગ કેટલીય રીતે તમારા માટે ફાયદાકારક છે. જેમકે તમે આખો દિવસ ખુરશી ઉપર બેઠા રહો છો અથવા વધારે સમય મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે યોગ ખૂબ જ ફાયદાકારક નીવડશે. યોગ તમારા લાઈફસ્ટાઈલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

યોગના નિયમ

 કોઈ સારા યોગ ગુરૂ પાસે યોગ શરૂ કરો

 સૂર્યોદય અથવા સૂર્યાસ્ત યોગ કરવા માટે યોગ્ય સમય છે.

 યોગ કરતા પહેલા સ્નાન જરૂર કરો

 ખાલી પેટ યોગ કરો. યોગ કરવાના ૨ કલાક પહેલા કંઈ ન ખાવુ

 આરામદાયક હળવા કપડા પહેરવા

  યોગ કરતી વખતે કોઈ પણ વાતનું ટેન્સન ન લેવું

 સાફ જગ્યાએ યોગ કરો

 સમગ્ર ધ્યાન યોગ પ્રેકિટસથી કરવું

 યોગ કર્યા પછી ૩૦ મિનીટ સુધી કંઈ ન ખાવુ અને ૧ કલાક સુધી ન્હાવુ નહીં

 પ્રાણાયમ હંમેશા અભ્યાસ બાદ જ કરવું

 કોઈ મેડિકલ તકલીફ હોય તો  ડૉકટરની સલાહ લેવી

(10:07 am IST)