Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કેલિફોર્નિયાની યુનિવર્સીટીના ભૂકંપ વૈજ્ઞાનિકએ આપી આ મહત્વની જાણકારી

નવી દિલ્હી  : હવે ભૂકંપ આવતા પહેલા તેની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોએ એવી નવી ટેક્નિક વિકસાવી છે. જેનાથી ભૂકંપની વહેલી જાણકારી મળી શકશે. નાના ગુરુત્વાકર્ષણના સંકેતોની પહેચાન કરવા માટે ખાસ કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા છે, જેના સિગ્નલના ઉપયોગથી તરત જ મોટા ભૂકંપની આગાહી કરી શકાય છે. સાયન્સમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ એક નવી રીત છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાની રિચર્ડ એલને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જો અમે આ અલ્ગોરિધમને લાગૂ કરીએ તો એટલો વિશ્વાસ છે કે મોટા નુકસાનથી બચી શકાય છે. હાલ ભૂકંપની જાણકારી મેળવવા માટે ભૂકંપના તરંગો પર ધ્યાન રાખવામાં આવે છે. આ માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને સીસ્મોમીટર કહેવામાં આવે છે. આ સાધન ભૂકંપની કેટલી વહેલી ચેતવણી આપી શકે છે તે ભૂકંપ અને સીસ્મોમીટરનું અંતર અને 6 કિલોમીટર પ્રતિ સેકંડથી ઓછું અંતર કાપતા ભૂકંપીય તરંગો પર નિર્ભર કરે છે. રિચર્ડ એલન કહે છે કે, આ નાના ટેમ્પલર માટે સારા કામ કરે છે, પરંતુ જ્યારે ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોય ત્યારે ભૂકંપને ઓળખવો મુશ્કેલ બને છે.

 

(5:47 pm IST)