Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં નવજાત બાળકીનો ચમત્કારિક બચાવ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં એક નવજાત બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે અને સાથે મારવાવાળા કરતા બચાવનારો મહાન હોય છે તે કહેવત ફરી એક વખત સાર્થક થઈ છે. એક બાળકી જન્મના ત્રણ કલાકમાં આતંકવાદીઓનો શિકાર બની હતી અને તે નવજાત હોવા છતા આતંકવાદીઓએ તેના પર કોઈ દયા નહોતી દાખવી. આતંકવાદીઓ તે બાળકીને બે ગોળી મારીને ફરાર થઈ ગયા હતા પરંતુ ભગવાનને કંઈક બીજું મંજૂર હતું.

               કાબુલ ખાતે આવેલી એક મેટરનિટી હોસ્પિટલમાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો જેમાં 24 લોકો માર્યા ગયા હતા. તેમાં બે નવજાત સહિત હોસ્પિટલમાં દાખલ કરાયેલી કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થતો હતોએક બાળકી જન્મના ત્રણ કલાકમાં આતંકવાદીઓની ક્રૂરતાનો શિકાર બની હતી પરંતુ બે ગોળીઓ વાગવા છતા તે બચી ગઈ છે જ્યારે તેની માતાએ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

(6:21 pm IST)