Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોનાના કારણોસર આફ્રિકાના ટુરિઝમ સાથે વન્ય જીવો પર તોળાઈ રહ્યું છે જોખમ

નવી દિલ્હી:  વિશ્વવ્યાપી કોરોના વાઈરસના ઉપદ્રવથી પ્રવાસીઓ અને એમની પાસેથી થતી રહેલી કમાણી ઘટી જતાં કેન્યાના ઓલ પેજેટા કન્ઝર્વેન્સી (સંરક્ષણ- કેન્દ્ર) ખાતે વસતા દુર્લભ વન્યજીવ કાળા ગેંડાની સાચવણી પાછળ કરાતા ખર્ચમાં સમાધાન કરવાની શક્યતા ઊભી થઈ છે.

            પ્રવાસીઓ પાસેથી થતી આવકના અભાવે કાળા ગેંડા જેવા દુર્લભ વન્યજીવોની સુરક્ષા વધુ પડકારરૂપ બની છે. જ્યારે કાળા ગેંડાનો શિકાર કરનારા ઘૂસણખોરો એમની આજીવિકા માટે, શિકાર કરવા વધુ દુઃસાહસ કરી શકે છે.

(6:16 pm IST)