Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

‘સેક્‍સ પાર્ટનરની વ્‍યવસ્‍થા કરી લો' લોકડાઉનમાં સિંગલ લોકોને નેધરલેન્‍ડ સરકારની સલાહ

નવી દિલ્‍હી, તા.૧૬: કોરોના વાયરસના ખતરાના કારણે નેધરલેન્‍ડમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્‍યું છે. પરંતુ કેટલીક શરતો સાથે ઘરમાં ત્રણ વીઝીટર્સને લોકો બોલાવી શકે છે. ત્‍યાં હવે સરકારે સિંગલ પુરુષો અને મહિલાઓને સેક્‍સ પાર્ટનર શોધવાની સલાહ આપી છે. સરકારે સેક્‍સ પાર્ટનરની વ્‍યવસ્‍થા કરવા દરમિયાન કેટલીક બાબતોનું ધ્‍યાન રાખવા પણ કહ્યું છે.

નેધરલેન્‍ડના નેશનલ ઇન્‍સ્‍ટીટ્‍યુટ ફોર પબ્‍લિક હેલ્‍થ એન્‍ડ ધ એન્‍વાયરમેંટે (RIVM) કહ્યું કે સિંગલ લોકોએ અન્‍ય એક વ્‍યક્‍તિ સાથે રહેવાની વ્‍યવસ્‍થા કરવી જોઇએ. જો કે કોઇમાં જો કોરોનાના લક્ષણો હોય તો સેક્‍સથી દૂર રહેવુ જોઇએ.

તેની પહેલા નેધરલેન્‍ડમાં સરકારની આલોચના થઇ રહી હતી કે સિંગલ લોકોને સેક્‍સ માટે કોઇ સલાહ આપવામાં નથી આવી રહી. ૨૩ માર્ચથી નેધરલેન્‍ડમાં સોશિયલ ડિસ્‍ટેંસિંગ અને લોકડાઉન લાગુ કરવામાં આવ્‍યું છે.

તેની પહેલાની ગાઇડલાઇનમાં સરકારે કહ્યું હતું કે ઘરમાં કોઇ વિઝિટર આવે તો ૧.૫ મીટરનું અંતર રાખવુ જોઇએ. આ નિયમ પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં હતાં.

RIVMના સલાહમાં કહેવામાં આવ્‍યું છે કે જે લોકોના સ્‍થાયી સેક્‍સુઅલ પાર્ટનર નથી, તે પોતાના જેવા લોકો સાથે રહેવા માટે પરસ્‍પર કરાર કરી શકે છે. આ દરમિયાન તેની પણ ચર્ચા કરવાનુ કહેવામા આવ્‍યું છે કે બંને પાર્ટનર કેટલા અન્‍ય લોકોને મળશે. કારણકે જેટલા વધુ લોકોને મળશે. કોરોનાનો ખતરો એટલો વધુ જણાવવામાં આવી રહ્યો છે.

 

 

(3:31 pm IST)