Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

'' હેંગ ઓવર'' અંગેની માન્યતાઓને ખોટી ઠેરવતો એક નવો અભ્યાસ

દારૂ પીતા લોકો માટે હેંગ ઓવરને ટાળવો અશકય છે. તે અત્યંત સામાન્ય ઘટના હોવા છતાં વૈજ્ઞાનિકો તે કેમ થાય છે, અને તેને રોકવા શું કરવુ જોઇએ તે સંપૂર્ણ પણે નથી જાણી શકયા. પુરતી માહીતીના અભાવે લોકો પોત પોતાની ભાત ભાતની માન્યતાઓના આધારે નિયમો બનાવી લે છે.

હેંગ ઓવર બાબતનો એક નવો અભ્યાસ જા ેકે આ બાબતે ઘણી માહીતી આપે છે.

યુકેની કેમ્બ્રીજ યુનિવર્સિટીના સીનીયર પીડીયાટ્રીક ફેલો ડો. કાઇહેન્સેલ અને તેના સાથીદારોએ આના માટે બે વર્ષ સુધી દારૂ પીતા પહેલા બીયર પીવો જોઇએ કે નહીં તેનો સતત અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસ માટે તેમણે ૧૯ થી ૪૦ વર્ષની વયના મેડીકલ અને સાયકોલોજીના ૯૦ જર્મન વિદ્યાર્થીઓને ભરતી કર્યા હતા. વધુ ચોકસાઇ માટે તેમણે દરેક વ્યકિતને તેના જેવી જ જાતી, ઉંમર, બોડી માસ ઇન્ડેક્ષ અને પીવાની આદત ધરાવતી બીજી બે વ્યકિત સાથે સરખામણી કરી હતી.

દરેક ગ્રુપમાં ત્રણ વ્યકિત હતા, તેમાંથી એક મનગમતું ભોજન આપ્યા પછી એક લીટર બીયર આપવામાં આવ્યો, ત્યાર પછી લગભગ ૪ ગ્લાસ વ્હાઇટ વાઇન પીવડાવવામાં આવ્યો. તે દરમ્યાન ગ્રુપના બીજા મેમ્બરને તેનાથી ઉલ્ટુ એટલે કે પહેલા દારૂ અને પછી બીયર આપવામાં આવ્યો હતો. જયારે ગ્રુપની ત્રીજી વ્યકિતને કાંતો દારૂ અથવા બીયર આપવામાં આવ્યો, ત્યારપછી તેમને ઠંડુ પાણી પીવડાવીને સુવડાવી દેવાયા હતા.

છ ડ્રીન્કસ થોડાક કલાકમાં પીધા પછી હેન્ગઓવર જોવા મળ્યો હતો, પણ આ હેન્ગઓવરની અસર એટલી નહોતી કે લોકો પીવાનું છોડી દે. દરેક વ્યકિતએ બીજા અઠવાડીયે પહેલા અઠવાડીયા કરતા ઉંધુ એટલે પહેલા બીયરની જગ્યાએ દારૂ અને દારૂની જગ્યાએ બીયર ચાલુ કર્યો હતો.

રીસર્ચરોને જાણવા મળ્યું હતું કે દરેક ગ્રુપમાં કોઇ મોટો ફેરફાર જોવા નહોતો મળ્યો. હેકસેલ કહે છે કે પહેલા બીયર લો કે વાઇન તેનાથી કંઇ ફરક નથી પડતો પણ વ્હાઇટ વાઇન ને લઇને બીજો કોઇ દારૂ લેવામાં આવે તો કદાચ ફર્ક પડે પણ ખરો. જોકે સ્ત્રીઓ ને પુરૂષો કરતા વધારે ખરાબ અસર થાય છે તેમ પણ તેમણે કહયું હતું.

(11:28 am IST)
  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST

  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST