Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આકાશમાં 'ઈશુ ખ્રિસ્ત'ની આકૃતિ : ધાર્મિક ઉન્માદ છવાયો

આર્જેન્ટીનાના આકાશમાં 'ઈશુ ખ્રિસ્ત' જેવો આકાર નજરે પડતા લોકોમાં ધાર્મિક ઉન્માદ છવાયો. મોનિકા અરામાયો નામની મહિલા ફોટોગ્રાફર આર્જેન્ટીનાના શાન સાલ્વાડોર ધ જુજુઈ ખાતે હતી ત્યારે ઘાટા વાદળોમાં તેને ઈશુની તસ્વીર જોવા મળતા 'કિલક' કરી લીધી હતી. આ તસ્વીરમાં ખ્રિસ્તીઓના પવિત્ર સંત ઈશુ ખ્રિસ્ત બે હાથ ફેલાવી ઉભેલા નજરે પડે છે. આ ફોટો કલ્પનાતીત વાયરલ થયો છે. જેમાં ઈશુ ખ્રિસ્તે માથા ઉપર મુકુટ પહેરેલો નજરે પડે છે. આ આકૃતિની વિડીઓ પર 'ધ સન' દૈનિકની વેબસાઈટ ઉપર મુકાતા વાયરલ થઈ છે.

(11:26 am IST)