Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

બુલફાઇટમાં પહેલાં આખલાને માર્યો અને પછી રૂમાલથી આંસુ લૂછયાં

પ્રાણીપ્રેમીઓ ગમે એટલો ઊહાપોહ કરે, સ્પેનમાં બુલફાઇટના ફેસ્ટિવલ્સ વાર તહેવારે યોજાતા જ રહે છે. તાજેતરમાં સેવિલ ટાઉનમાં યોજાયેલી રિયલ મેસ્ટ્રાન્ઝા બુલરિંગ નામના ફેસ્ટિવલમાં ૩૯ વર્ષના એક મેટાડોર મોરાન્તે દ લા પ્યુબેલાએ રિંગમાં વિચિત્ર બિહેવિયર કર્યુ. સામાન્ય રીતે બુલફાઇટમાં જયાં સુધી મેટાડોર તેને મારે છે, જયારે આખલો મરી જાય ત્યારે દર્શકો જોરશોરથી ચિચિયારી પાડીને ઉલ્લાસ મનાવે છે. જોકે મોરાન્તે નમના આ મેટાડોરે પહેલાં તો રિંગમાં ઊતરીને એક કુશળ મેટાડોરની જેમ આખલાને ખતમ કર્યો અને પછી જયારે આખલો લોહીલુહાણ થઇ ગયો ત્યારે તેના હૃદયમાં પ્રેમ જાગ્યો. આખલો લોહીથી લથબથ થઇને સ્થિર ઊભો રહી ગયો હતો અને એની આંખમાંથી આંસુ આવી રહ્યા હતાં ત્યારે આ મેટાડોરે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢયો અને એની આંખમાંથી વહેતાં આંસુને લૂછવાની કોશિશ કરી. આંસુ અને લોહીથી ખરડાયેલા રૂમાલ સાથે તે ત્યાંથી નીકળી ગયો. આ ઘટનાનો વિડિયો સોશ્યો મીડિયા પર ફરી રહ્યો છે. અને લોકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. કેટલાક લોકોએ આ તો મેટાડોરનો દેખાડો છે એમ કહીને તેને વખોડયો હતો તો કેટલાકે તેના આ કુમળા વર્તનની સરાહના કરી હતી.

(1:16 pm IST)