Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

એરપોર્ટ પર અઢી લીટર દૂધ પી ગયા આ ચાઇનીઝ ભાઇ

બીજીંગ તા. ૧૬: આપણે ઘણી વાર જોયું છે કે આપણે બહુ હોંશથી અમુક-તમુક ચીજો વિદેશથી લાવવા માટે ખરીદીએ છીએ પણ નિયમાનુસર એ લાવવાની પરવાનગી ન મળતાં એ ચીજો એરપોર્ટ પર જ છોડી આવવી પડે છે. ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર આવી એક ઘટના ચાઇનીઝ ટૂરિસ્ટ સાથે બની હતી, પણ આ ટૂરિસ્ટ ભાઇએ આ ઘટનામાં જે કર્યું એ જબરૃં ચોંકાવનારૃં હતું. ઝેન્ગાઝુ નામના આ ભાઇ ઓસ્ટ્રેલિયાથી પોતાના વતન દૂધ લઇને આવવા માગતા હતા. એનું એક કારણ એ હતું કે ચીનની સરખામણીએ ઓસ્ટ્રેલિયામાં દૂધ સસ્તું મળતું હતું. તેણે ત્રણ લીટરનું દૂધનું કેન ખરીદ્યું હતું. જોકે ઓસ્ટ્રેલિયન એરલાઇનના નિયમ અનુસાર કોઇપણ યાત્રી પોતાની સાથે ૧૦૦ મિલીલીટરથી વધુ લિકિવડ લગેજ પોતાની સાથે નથી લઇ જઇ શકતો જયારે ચેકિંગ-પોઇન્ટ પર તેને આ નિયમની ખબર પડી ત્યારે તેની પાસે બે જ ઓપ્શન હતા. કાં તો તે એને એમ જ છોડી દે અને કાં તો એ દૂધ પી જાય. ભાઇસાહેબે બીજો વિકલ્પ પસંદ કર્યો. તેણે કેન ખોલ્યું અને મોઢું માંડીને ગટગટાવવાનું શરૂ કર્યું. ઝેન્ગાઝુના ભાઇબંધે આ ઘટનાનો વિડિયો ઉતારી લીધો. ઝેન્ગાઝુ લગભગ અઢી લીટર જેટલું દૂધ પી ગયો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. જોકે આ કારનામું કર્યા પછી ફલાઇટમાં તેની શું હાલત થઇ હતી એને ખબર નથી.

(4:10 pm IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST