Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

દાંતની સેન્સિટિવિટી છે ? આ છે બચવાના સરળ ઉપાય

આજકાલ ટેલિવિઝન પર સેન્સિટિવ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટની અઢળક જાહેરાતો આવે છે. વધુ પડતું ગરમ કે ઠંડું ખાવાને લીધે જ્યારે દાંત કચકચે અથવો તો વાઈબ્રેશન ફીલ થાય ત્યારે દાંતની એ કન્ડિશનને સેન્સિટિવિટી કહેવાય છે. જે વ્યકિતને આ પ્રકાની સમસ્યા હોય તે જ સમજી શકે છે કે તેનો આ પ્રોબ્લેમ ખરેખર કેટલો ગંભીર છે. આઈસ્ક્રીમનું એક સ્કૂપ પણ ખાઈ ન શકાય, ઠંડા પાણીનો હંમેશા માટે ત્યાગ કરવો પડે, ગરમ ચાની લહેજત લઈ શકાય, વધુ પડતું એસી કે ઠંડું ટેમ્પરેચર પણ જેનાથી વધારે સહન ન થાય, ફકત ગરમ કે ઠંડું જ નહિં, વધારે ખાટું કે મીઠું પણ ન ખાઈ શકાય. આ તો થઇ દેખીતી પરિસ્થિતિ, પરંતુ દાંતની સેન્સિટિવિટિ આટલાથી અટકતી નથી. જેથી આજે અમે તમને દાંતી સેન્સિટિવિટી એટલે શું અને કયાં કારણોસર થાય અને એનાથી બીજી શું તકલીફ થઈ શકે તેના વિશે જણાવીશું.

દાંતની સેન્સિટિવિટી એટલે શું ?

વધારે પડતું ઠંડું કે ગરમ ખાવાથી દાંત જે સેન્સેશન અનુભવે એને દાંતની સેન્સિટિવિટી કહેવાય, પરંતુ તેવું કઈ રીતે થાય છે ? દાંતનું જે ઉપરનું લયર હોય છે એ ખૂબ જ મજબૂત હોય છે એને ઈનેમલ  કહે છે. ઈનેમલની નીચે બીજું લેયર હોય છે એને ડેન્ટિન કહેવાય છે, અને ડેન્ટિનની નીચે એક ત્રીજું લયર હોય છે, જેને પલ્પ કહેવામાં આવે છે. કુદરતની રચના એવી છે કે પલ્પ અને ડેન્ટિનના રક્ષણ માટે ઈનેમલ હોય, જે ખૂબ જ મજબૂત હોવાને કારણે દાંતનું રક્ષણ થાય છે. કોઈ પણ કારણસર જ્યારે ઈનેમલ ઘસાઈ જાય ત્યારે એનું અંદરનું લેયર ડેન્ટિન ખાધ પદાર્થો અને બહારના વાતાવરણ સામે એકસપોઝ થાય છે. આ લેયરમાં નસોનાં છડા હોય છે, જે પ્રકારના એકસપોઝર સામે રીએકટ કરે છે તેથી દાંતમાં સેન્સિટિવિટીનો અનુભવ થાય છે.

ઈલાજમાં શું ?

દાંતની સેન્સિટિવિટી એક બ્રોડ ટર્મ છે, કારણકે તેમાં પેશન્ટની ઈન્ટેન્સિટી જુદી-જુદી હોય છે. તેથી  ઈલાજ પણ એ મુજબ જ કરવામાં આવે છે. ઈલાજમાં એક વસ્તુ સમજવી જરૂરી છે કે જે ઈનેમલ ઘસાઈ ગયું છે એને પાછુંલાવી શકાતું નથી. એક વખત એ ગયું, મતલબ ગયું છે દાંતની સેન્સિટિવિટીની શરૂઆત હોય ત્યારે અમે ઇલાજરૂપે  ડિસેન્સિટાઈઝિંગ ટૂથપેસ્ટ રેકમેન્ડ કરતા હોય જે દાંતી ઉપર એક આર્ટિફિશયલ લેયર બનાવે છે, જે દાંતને પ્રોટેકટ કરે છે. જો થોડું વધુ ડેમેજ થયું હોય તો દાંતના કલર જેવું જ એક પાતળું પ્રવાહિ જેને દાંત ઉપર ફિકસ કરવામાં આવે જે એક શિલ્ડનું કામ કરે છે અને દાંતને પ્રોટેકટ કરે છે. તેનાથી પણ વધુ ડેમેજ હોય તો એકચ્યુઅલ ફીલિંગ કરવાની જરૂર પડે છે. આજકાલ ઘણાંઙ્ગડેન્ટિસ્ટ સેન્સિટિવિટી માટે લેયર ટ્રીટમેન્ટ પણ રેકમેન્ટ કરતા હોય છે.

 

(10:20 am IST)
  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST