Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

વિયેટનામના ઉત્સાહી યુવાનોએ કાર્ડબોર્ડમાંથી ચાલી શકે એવી કાર અને મોટરસાઇકલની પ્રતિકૃતિ બનાવી

લંડન તા. ૧૬ : વિયેટનામના કેટલાક ઉત્સાહી યુવાનોએ કાર્ડબોર્ડમાંથી મોંઘી સ્પોર્ટ્સ કાર અને મોટરસાઇકલની ચલાવી શકાય એવી પ્રતિકૃતિ તૈયાર કરી ઇન્ટરનેટ પર સફળતા મેળવી છે.

એનએચઈટી ટીવીની યુટ્યુબ ચેનલ પર આ યુવાનોએ ભંગારમાંથી મળેલો સામાન, વપરાયેલા કાર અને મોટરબાઇકના પાર્ટ્સ તેમ જ ઘણાં બધાં કાર્ડબોર્ડ્સનો ઉપયોગ કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. રમકડા જેવી દેખાતી આ કાર અને મોટરસાઇકલ વાસ્તવમાં ચાલે છે.

આ યુવાનો એનએચઈટી ટીવી પર વર્ષોથી કાર્ડબોર્ડ્સનાં અદ્ભૂત મોડલ રજૂ કરતા આવ્યા છે અને એ લોકોમાં આકર્ષણ પણ જન્માવી શકયાં છે. આ પ્રકારે પ્રતિકૃતિ બનાવવાના કામમાં યુવાનોને આનંદ મળતો જોઈને લોકો તેમના કામને વધુ પસંદ કરી રહ્યા છે.

(3:44 pm IST)