Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

આ બતકો વચ્ચે તો ભારે દોસ્તી : દરરોજ ૧૧ બતકો સાથે નદીમાં તરવા નીકળે છે

બીજીંગ તા. ૧૬ : ચીનના પીપલ્સ ડેઇલીએ સોશ્યલ મીડિયા પર શેર કરેલા એક વિડિયોમાં બતકોનો સમૂહ રીતસર માનવમિત્ર વર્તુળની માફક વર્તન કરતો જોવા મળે છે. રોજ સવારે એ બતકો એક ઘરની બહાર એકત્ર થાય છે.

બે-ચાર બતકો ભેગા થયા પછી વારાફરતી એમના મિત્રોને બોલાવે છે. થોડા વખત માટે આસપાસ રખડતા રહેતા બતક છેવટે નદીની દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી લગભગ ૧૧ બતકો એકસાથે નદીમાં કલાકો સુધી તરતા રહે છે. માનવીને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સા જોઈને કદાચ પશુ-પક્ષીઓમાં પણ સામાજિકતાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે.

(3:43 pm IST)