Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પત્નીના પ્રેમની પરીક્ષા કરવા જતાં પતિ કારની હડફેટે ચડીને હોસ્પિટલ ભેગો થયો

બેનઝીંગ તા.૧૬: સામેવાળી વ્યકિત તેને પ્રેમ કરે છે કે નહીં એની શંકા પતિ કે પત્નીને હોય ત્યાં સુધી ઠીક છે, પણ જેવી આ પ્રેમના પારખાં કરવા પર વાત આવે છે ત્યારે પરિસ્થિતિ વણસે છે. ચીનમાં પણ એક ભાઇ ફિલ્મી અંદાજમાં પત્નીના પ્રેમની પરીક્ષા લેવા પર આવી ગયા અનેમામલો બિચકયો. વાત એમ છે કે પતિ ઘરેથી નિકળીને દારૂના અડ્ડે જાય છે અને ત્યાં પૂરો ટલ્લી થઇને પત્નીને ફોન કરે છે. પત્ની તેને લેવા આવે છે અને બન્ને વચ્ચે રોડ પર જ ઝઘડો થઇ જાય છે. વાત એટલી વધી જાય છે કે નશામાં ધૂત પતિ રોડની વચ્ચે પહોંચી જાય છે. તે એ વાતનું પારખું કરવા માગે છે કે પત્ની તેને ત્યાંથી હટાવે છે કે નહીં. જો તે પ્રેમ કરતી હશે તો તેને હટાવશે. અને જો હટાવવા નહીં આવે તો તે બેવફા છે. પત્ની કેટલીયે વાર પતિને રોડની વચ્ચેથી ખેંચીને સાઇડમાં લેવાની કોશીષ કેર છે, પણ પેલો ધરાર નથી માનતો. કેટલીયે ગાડીઓ તેની ડાબી-જમણી બાજુએથી નીકળી જાય છે, પણ પેલા ભાઇ રોડ પર જ લથડિયાં ખાતા ઊભા રહે છે. એવામાં પૂરઝડપે આવતી કાર તેને અડફેટે લઇ લે છે. પત્ની તરત જ તેને હોસ્પિટલમાં પહોંચાડે છે. તેનો જીવ બચી ગયો છે. જયારે અકસ્માત કઇ રીતે થયો એનું સ્ટેટમેન્ટ લેવા પોલીસ હોસ્પિટલમાં આવી ત્યારે ભાઇએ પોતાની પ્રેમની પરીક્ષાની વાત કરતા કહ્યું હતું કે 'હું જોવા માગતો હતો કે મારી પત્ની મને પ્રેમ કરે છે કે નહીં, તે કરતી હોત તો તેણે મને બચાવ્યો હોત, પણ હું કાર સાથે અથડાયો અને ઘાયલ છું.' ઇન્જર્ડ થયા પછી તેને ડહાપણ ઠાલવતાં કહ્યું કે મેં મારી પત્નીની આવી રીતે પરીક્ષા લેવાનંુ પસંદ કર્યું એ માટે મને બહુ ખરાબ લાગી રહ્યું છે.(૧.૧૬)

 

(3:47 pm IST)
  • અમદાવાદ:એરપોર્ટ પરથી ઝડપાયું સોનુ :દાણચોરીનું 80 લાખનું સોનુ કસ્ટમની ટીમે ઝડપી પાડ્યું :દુબઇ અને શારજહાંથી આવતી વિવિધ ફ્લાઇટ્સમાંથી પકડાયું સોનુ :યુવતી ગોલ્ડ પાવડરને પેસ્ટમાં મિક્સ લઈને આવી હતી access_time 2:09 pm IST

  • લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર :કેરળના 12,યુપીના 7,છત્તીસગઢના 5 અને અરુણાચલ પ્રદેશના 2 અને આંદામાન-નિકોબારના એક ઉમેદવાર જાહેર :શશી થરૂરને તિરૂવનંતપુરમ અને અરૂણચલ પ્રદેશના પૂર્વ સીએમ નાબા, ટૂંકીને અરુણાચલ પ્રદેશની ટિકિટ અપાઈ :કૈરાનામાં હરેન્દર મલિક,બીજનોરથી ઇન્દિરા ભાટી,મેરઠમાં ઓમપ્રકાશ શરમને અને અલીગઢની ચૌધરી વૃજેન્દ્રસિંહને ટિકિટ access_time 12:55 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST