Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

હવે પપ્પાઓ પણ સંતાનોને બ્રેસ્ટફીડ કરાવી શકશે

ટોકિયો તા ૧૬ :  કહેવાય છે કે સ્તનપાન કરવાને કારણે મા અને બાળક વચ્ચેનો નાતો ગાઢ બનેછે. રડતા બાળકને ધવડાવીને સાંત્વન આપવાનો ઇજારો માત્ર સ્ત્રીઓનો હતો, પણ હવે એવુ નહીં થાય. પુરૂષો પણ ઇચ્છે તો પોતાના સંતાનને દુધ પાવાનો લહાવો લઇ શકે છે.આ માટ ેજેપનીઝ કંપનીએ ખાસ ડિવાઇસ બનાવ્યું છે. બ્રસ્ટ જેવુ ંજ દેખાતું અને અંદર દુધ ભરી શકાય એવું આ ડિવાઇસ છે, જે પુરૂષો ગળામાં ભરાવી લઇ શકે છે. ભલે ડિવાઇસ કુદરતી સ્તનની ગરજ ન સારે, પરંતુ બાળક અને પિતા વચ્ચે  સ્કિન-ટુ-સ્કિન ટચ  રહેતું હોવાથી બન્ને વચ્ચે હુંફનો નાતો બાંધવામાં ફળદાયી બનેછે. અમેરિકાના ઓસ્ટિન શહેરમાં  ચાલી રહેલા એક ફેસ્ટિવલમાં જેપનીઝ કંપનીએ આ ફાધર્સ નર્સિગ આસિસ્ટન્ટ નામનું ડિવાઇસનો દેખાવ, આકાર અને ઉભાર  સ્ત્રીઓના બ્રેસ્ટ જેવો જ હોય છે, અને એમા ંએક બ્રેસ્ટ નકલી હોય છે, જયારે એકમાં ફોર્મ્યુલા મિલ્કભરી શકાય અને નિપલ દ્વારા ચુસીને દૂધ પી શકાય એવી સિસ્ટમ હોય છે. જેપનીઝ પીડિયાટ્રિશ્યન અને બેબીસીટીંગ કરનારાઓના મતે આ પ્રકારનુ઼ ડિવાઇસ મમ્મીઓને રાહત આપનારૂ અને પપ્પાઓને આનંદ આપનાર છે.

(3:46 pm IST)