Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ધૂળેટી : આવો રમીએ પ્રાકૃતિક રંગોથી ધૂળેટી

હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. રંગોથી ઉજવવામાં આવતા આ તહેવારમાં લોકો જાતજાતનાને ભાતભાતના રંગોનો ઉપયોગ કરે છે. પણ આપણે કેવી ગુણવત્તાવાળા રંગોનો ઉપયોગ કરીએ છીએ તણે જાણવું બહુ જરૂરી છે. હોળી દરમિયાન વપરાતા કેટલાંક કૃત્રિમ રંગોથી ત્વચા અને વાળને નુકશાન પહોંચી શકે છે. બજારમાં  તો હવે અનેક રસાયણિક રંગોએ પોતાનો પગ જમાવી દીધો છે જે એટલા  પાક્કા હોય છે કે તેનાથી આપણી ત્વચા અને વાળ સહિત આંખોને પણ નુકશાન પહોંચી શકે છે. આવામાં તમારા માટે જરૂરી છે કે તમે એવા રંગોની પસંદગી કરો જે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને બનાવવામાં આવ્યા હોય અને તમને તેનાથી કોઈ અન્ય સમાસ્યા ન થાય. ત્યારે પ્રશ્ર થાય કે એવા તો કેવા રંગો વાપરી શકાય જેનાથી નુકશાન પણ ન થાય અને તહેવારની મજા પણ માણી શકાય...?

તો આ પ્રશ્રનો જવાબ છે પ્રાકૃતિક રંગો. જાણીએ પ્રાકૃતિક રંગો કયા છે અને તેની મદદથી હોળી રમવાના ફાયદા શું છે...

-- પ્રાકૃતિક રંગ સામાન્ય રીતે ઘરમાં જ તૈયાર કરવામાં આવે છે કે હર્બલ કલર્સને પણ આ રંગોમાં સમોલ કરી શકો.

-- શું તમે જાણો છો કે કાળા રંગ માટે લેડ ઓકસાઈડનો ઉપયોગ થાય છે જે કિડની માટે બહુ નુકશાનકારક છે.

-- લીલો રંગ પણ કોપલ સ્લફેડ જેવા પદાર્થોમાંથી બને છે જે આંખો માટે સારો જથી. તેનાથીઆંખોમાં એલર્જી,સોજો વગેરે થવાનું જોખમ રહે છે.

-- એટલું જ નહિં, લાલ રંગને મરકયૂરી સલ્ફાઈટમાંથી બનાવવામાં આવે છે જેનાથી ત્વચાનું કેન્સર થવાનું જોખમ રહે છે.

-- પ્રાકૃતિક રંગ સામાન્ય રંગો અને રાસાયણિક રંગોથી થોડા મોંધા હોય છે અને સરળતાથી બજારમાં ઉપલબ્ધ નથી હોતા. આવામાં તમે ઘરે જ પ્રાકૃતિક રંગો બનાવી શકો છો.

 પ્રાકૃતિક રંગોના ફાયદા

-- પ્રાકૃતિક રંગોથી તમને કોઈ નુકશાન નહિં થાય. તે તમારી ત્વચાને નુકશાન પહોંચાડવાને બદલે ત્વચાને વધુ કોમળ બનાવશે.

-- સિંથેટિક અને રાસાયણિક રંગોથી જ્યાં તમને એલર્જી થઈ શકે છે ત્યાં તરફ તમારી ત્વચા પર બળતરા અને રેશીશ પડી શકે છે, પ્રાકૃતિક રંગોથી આ પ્રકારનું કોઈ નુકશાન નથી થતું.

-- રાસાયણિક રંગોથી વાળ ખરવાની અને ખોડો થવાની સમસ્યા થાય છે જ્યારે હર્બલ અને જૈવિક રંગોથી આવું કંઈ થતું નથી.

 કેવી રીતે બનાવશો પ્રાકૃતિણક રંગો ?

-- ઘરે પ્રાકૃતિક રંગો બનાવવા માટે તમારે બહારથી કોઈ સામાન લાવવો નહિં પડે. તેના માટે તમે ઈચ્છો તો રસોઈમાં પયોગ થનારા કેટલાક સામાનનો ઉપયોગ કરી શકો છો.

-- તમે હળદરમાં ચણાનો લોટ અને ગલગોટાના ફૂલને પાણી સાથે મિકસ કરી આ મિશ્રણને ઉકાળો. પછી તેને ગાળી લો. તમારો ભીનો રંગ તૈયાર થઈ ગયો.

-- તમે હળદરમાં ચણાના લોટ સાથએ મંદો અને લોટ મિકસ કરી સૂકો રંગ તૈયાર કરી શકો છો.

-- લાલ રંગ માટે તમે બીટને બહુ નાના ટૂકડામાં કાપી રાતભર પાણીમાં પલાળી દો અને પાણી ગળી લો. લાલ રંગ તૈયાર છે.

-- મહેંદીને સૂકવીને પીસી લો અને મહેંદી પાણીમાં નાંખો. તમારો લીલો રંગ તૈયાર. ધ્યાન રાખો તે મહેંદી હાથમાં લગાવવાવાળી હોવી જોઈએ.

-- લાલ રંગને બદલે તણ્મે ચંદન પાવડરનો પ્રયોગ કરી શકો છો.

(10:04 am IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST