Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આ નવો કાયદો આવતા ચીનમાં છૂટાછેડા લેવા માટે યુગલોની લાઈન જોવા મળી

નવી દિલ્હી: ચીનમાં આજકાલ છૂટાછેડા લેવા માટે દંપત્તીઓએ રીતસરની દોટ મૂકી છે. વાસ્તવમાં ચીનમાં નવાં ચંદ્ર વર્ષથી નવો કાયદો આવી રહ્યો છે. આ કાયદા હેઠળ છૂટાછેડા લેવાનું બહુ અઘરું થઇ જવાનું છે. એટલે અત્યારના સરળ કાયદાનો લાભ લઇ ફટાફટ છૂટાછેડાનો ફેંસલો કરી નાખવા માટે વિચ્છેદ ઇચ્છૂક યુગલો દોડાદોડી કરી રહ્યાં છે.

            દંપત્તિઓને અલગ થવાનું વધુ મુશ્કેલ બનાવતા ચીનના નવા ડાયવોર્સ કાયદાને કારણે પતિઓ અને પત્નીઓમાં અફરા-તફરી મચી ગઇ છે. તેઓ છૂટાછેડા માટે અરજીઓ ફાઇલ કરવા માટે કોર્ટમાં લાઇનો લગાડી દીધી છે. તેઓ માને છે કે નવી શરતોથી આ પ્રક્રિયા વધુ અધરી બનશે અને તેમની આઝાદી સામે સમાધાન કરવું પડશે તેમ વકીલોને ટાંકતા મીડિયાના એક રિપોર્ટમાં જણાવાયું છે. લોકોની ટીકા છતાં નેશનલ પીપુલ્સ કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા નવા કાયદાનો ગત મહિને અમલ કરાયો છે. આમાં જોગવાઇ છે કે લગ્ન છોડવા માટે પરસ્પર સમજૂતી કરનાર દંપતિએ તેમની સ્થિતિ અંગે ફેરવિચારણા કરવા એક મહિનાનો 'કુલિંગ-ઓફ' પીરિયડ પૂર્ણ કરવાનો રહેશે. મતલબ કે તેમને વધુ મહિનો સાથે રહેવો પડશે.

 

(5:49 pm IST)