Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઓએમજી.....ઓફટવેરની ખામીના કારણોસર મર્સીડીસ અમેરિકી માર્કેટમાંથી 12.9લાખ કાર પરત ખેંચશે

નવી દિલ્હી: સોફ્ટવેરની ખામીને કારણે મર્સિડિસ અમેરિકી માર્કેટમાંથી 12.9 લાખ કાર પરત ખેંચશે. કાર માર્કેટમાંથી પરત લેવાની શરૂઆત એપ્રિલ મહિનાથી કરાશે. પ્રતિષ્ઠિત કંપનીઓની પ્રોડક્ટમાં જ્યારે ખામી સર્જાય ત્યારે તેમને પરત ખેંચવી અનિવાર્ય બની જાય છે. વળી યુરોપ-અમેરિકામાં સલામતીના ધારાધોરણો બહુ ઊંચા છે. ગાડીમાં ખામી હોવાને કારણે અકસ્માત સર્જાય તો કોઈનો જીવ જઈ શકે અને કંપનીને આકરો દંડ પણ થાય.

         ગાડીમાં ઈ-કોલ નામનું સોફ્ટવેર છે. આ સોફ્ટવેરનો ઉપયોગ અકસ્માત વખતે ઈમર્જન્સીમાં ગાડીનું લોકેશન દર્શાવવા થાય છે. પરંતુ તપાસ દરમિયાન સોફ્ટવેર ગાડીનું સાચુ સરનામુ દર્શાવતું ન હોવાનું જણાયુ હતુ. અકસ્માત વખતે આ ભુલ ભારે પડી શકે છે. જે ગાડીઓ પરત ખેંચવાની છે એ વર્ષ 2016થી લઈને 2021 સુધીમાં વેચાઈ છે.

(5:50 pm IST)