Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સુંદર પેન્ટીંગ કરતી રોબોટ આઇ-દા : મે-જુનમાં તેના ચિત્રોનું લંડનમાં પ્રદર્શન યોજાશે

લંડન,તા. ૧૬: સુંદર દેખાતી આ મહિલા હકીકતે એક રોબોટ છે અને તેનુ નામ આઇ-દા છે. તે એક સારી પેન્ટર છે આઇ-દાનું એક પેન્ટીંગ પ્રદર્શન લંડનના ડીઝાઇન મ્યુઝીયમમાં મે અથવા જૂનમાં યોજાવાનુ છે. તેને બનાવનાર લોકોએ તેનુ નામ ૧૯મી સદીના ગણીતજ્ઞ અદા લવલેસ ઉપરથી રાખ્યું છે. આઇ-દા વિશ્વની પહેલી અલ્ટ્રા રિયલિસ્ટીક રોબોટ છે, જે પોતાની આંખો અને હાથના ઉપયોગથી પેન્ટીંગ બનાવી શકે છે.

હાલમાં જ આઇ-દા એ પોતાની તસવીર બનાવવા કેટલાક સમય ખુદને અરીસામાં જોઇ હતી. બધા કોર્ડીનેટ્સ રેકોર્ડ કરી આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સથી એનાલીસીસ કરી પોતાની જ તસવીર કેનવાસ ઉપર ઉતારી હતી.

એન્જીનીયર્સના જણાવ્યા મુજબ આ રોબોટ બનાવવાનો વિચાર ઓકસફોર્ડ આર્ટ ગેલેરીના માલીક એઇદાન મેલર અને કયુરેટર લુસી સીલને આવેલ. લુસીએ જણાવેલ કે વર્તમાન સમય અને ભવિષ્યમાં લોકો ટેકનોલોજી આધારીત પેન્ટીંગ ઉપર જશે. જેની શરૂઆત રોબોટથી થાય તેથી વધુ સારૂ શું હોય.

(3:48 pm IST)