Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

છૂટી ભલે ગયા, તલવાર તો લટકતી છે જ

વોશિંગ્ટન,તા. ૧૬: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટમાં મહાભિયોગની સુનાવણી દરમ્યાન બીજી વાર જીત મળ્યા પછી હવે બન્ને પક્ષો કેપીટલ હિલ હુમલાની તપાસ સ્વતંત્ર પંચ દ્વારા કરાવવાના ટેકામાં આગળ આવી રહ્યા છે. આ તોફાનોની તપાસ કરાવવાની યોજના બનાવાઇ છે અને તે અંગે સેનેટની સેનેટ રૂલ્સ કમિટીની આ મહિનાની આખરમાં સુનાવણી થવાની છે.

પ્રતિનિધી સભાની સ્પીકર નેન્સી પેલોસી ડી કેવીફે સૈન્યના રીટાયર્ડ લેફટેનન્ટ જનરલ રસેલ ઓનોરને કેપિટલની સુરક્ષા પ્રક્રિયાની સમીક્ષાનું નેતૃત્વ કરવા પણ કહ્યું છે.

બન્ને પક્ષોના સાંસદોએ પણ આ અંગે વધુ તપાસ થવાના સંકેત આપ્યા છે. શનિવારે ટ્રમ્પના પક્ષમાં ૫૭ મત પડ્યા હતા અને વિરૂધ્ધમાં ૪૩ મત હતા જે મહાભિયોગ માટે જરૂરી ૨/૩ મતથી ઓછા હતા. ટ્રમ્પ વિરૂધ્ધ મતદાન કરનાર સાત રિપબ્લીકન સાંસદોમાંથી એક એવા લુસિયાનાના સેનેટર બિલ કેસીડીએ કહ્યુ કે જે પણ થયુ તેની સંપૂર્ણ તપાસ થવી જોઇએ.

અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની તપાસ જે રીતે થઇ હતી તેવી જ સ્વતંત્ર તપાસ આ ઘટનાની કરાવવાનું સમર્થન પેલોસીએ કર્યું છે.

સેનેટર ક્રિસ કુંસે કહ્યુ કે હજુ પણ એવા ઘણા પુરાવાઓ છે જેના અંગે લોકોએ જાણવું જરૂરી છે અને ૯/૧૧ જેવું પંચ જ એ સુનિશ્ચિીત કરશે કે કેપિટલને ભવિષ્યમાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાશે.

(3:06 pm IST)
  • પ્રદિપ ત્રિવેદીને રાજકોટ કોîગ્રેસના પ્રમુખની જવાબદારી : અશોકભાઈ ડાંગર ચૂંટણી લડતા હોય નવા કાર્યકારી પ્રમુખની નિમણુંક access_time 12:42 pm IST

  • ગુરૂવારે ૪ કલાક રેલ રોકો : ૧૮મી ફેબ્રુઆરી ગુરૂવારે ૪ કલાક માટે રેલ રોકો આંદોલનની રાકેશ ટિકૈતના નેજા હેઠળ સંયુકત કિસાન મોરચાએ આ અગાઉ જ જાહેરાત કરી છે ત્યારે મોરચાએ કહ્યુ છે કે ૧૮મીએ ટૂલકીટની આરોપી દિશા રવિની ધરપકડના વિરોધમાં ૪ કલાક માટે દેશ વ્યાપી આંદોલન છેડવામાં આવશે. access_time 11:35 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST