Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આ ભાઇએ કેમ સીટ વિનાની સાઇકલ પર ૨૧.૫ કિલોમીટરનું સાઇકલિંગ કર્યુ?

લંડન તા ૧૬ : વિશ્વની સોૈથી અઘરી ગણાતી સાઇકલ રેસ '' ટુર દ. ફ્રાન્સ'' માં ૨૩ દિવસના ગાળામાં લગભગ ૩૫૦૦ કિલોમીટરનું સાઇકલિંગ કરવાનું હોય છે. પ્રોફેશનલ અને અનુભવી સાઇકિલસ્ટો પણ તોબાં પોકારી જાય એટલી કઠીન  પુરૂષો માટેની રેસમાં તાજેતરમાં બાવન વર્ષના એક સાઇકિલસ્ટે વધારાનું પરાક્રમ કરી બતાવ્યું છે. બ્રિટીશ  સાઇકિલસ્ટ રોબ હોલ્ડને ટુર દ. ફ્રાન્સના સોૈથી અઘરા ગણાતા સ્ટેજને સીટ વિનાની સાઇકલ પર ઉભા રહીને સાલકિલંગ કરીને પાર પાડવાનો રેકોર્ડ બનાવ્યો છે. મોન્ટ વેન્ટુ પર્વત પર લગભગ ૨૧.૫ કિલોમીટરનું ભડાણ કરવાનું હતું, ત્યારે રોબે  આ રેસને વધુ  પડકારજનક  બનાવવા માટે પોતાની સાઇકલ પરની સીઠ કાઢી નાખી. આ કારનામા દ્વારા તે પ્રોસ્ટેટ કેન્સરથી પીડીત લોકો માટે ભંડોળ એકડું કરવા ઇચ્છતો હતો. રોબ હોલ્ડનનું કહેવું છે કે સાઇકિલસટો મોટા ભાગે ચર્ચા કરતા   હોય  છે કે  ચડાણ વખતે ઉભા ઉભા સાઇકિલંગ કરવું વધુ સહેલું છે કે બેઠા બેઠા  આવી  દલીલોનો કોઇ નિષ્કર્ષ નહોતોે કોઇકને  સ્ટેન્ડિંગ સ્ટાઇલ વધુ  સરળ લાગતી તો કોઇને  સીટિંગ  જોક ે આખેઆખુ ચડાણ કોઇએ કદી ઉભા ઉભા કર્યુ નહોતું ૨૦૧૩ માંં મેં આ સ્પર્ધામમં ભાગ લીધો હતો અને એે દરમ્યાન બધાંજ ચડાણો સીટ પર બેસીને કર્યા હતાં. આ વખતે મેં સોૈથી અઘરા ચડાણમાં સીટ કાઢીને શુંઅનુભવ રહે છે, એ જોવાનું નક્કી કર્યુ. આ એક નવતર પ્રયોગ હતો. જે ચેરિટી ભંડોળ એકઠું કરવા માટે ફાયદારૂપ હતો.

રોબભાઇએ બે કલાકમાં ૨૧.૫ કિલોમીટરનું આ સાયકિલંગ પુરૂ કર્યુ હતું, અને સાઇકિઇંગ જગતમાંજેનો લગભગ ઇમ્પોસિબલ ગણવામાં આવે  છે એવું  કારનામું કરનારી પહેલી વ્યકિત બની  ગયો છે.

(3:21 pm IST)