Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ

ભોજનમાં સ્વાદ વધારવાનું કામ હિંગ કરે છે. જો ભોજનમાં આને ન નાખવામાં આવે તો તે ફિક્કું લાગે છે. આને આપણે ભારતીય લોકો વધારે ઉપયોગ કરીએ છીએ. હિંગને રસોઈની શાન ગણવામાં આવે છે.

આ ભોજનમાં તેજ સુગંધ લાવે છે. આને ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ આના વિષે..

દાંતોની સમસ્યા માટે હિંગ ખુબ જ ફાયદાકારક છે. જ્યારે દાંતો માંથી કીડાઓ નીકળે તો રાત્રે સુતા સમથે તેમાં દબાવીને હિંગ નાખવી. આનાથી આપમેળે જ કીડાઓ નીકળી જશે.

હિંગમાં પાણી નાખીને તેના કોગળા કરવાથી દાંતો ને આરામ મળશે.

જ્યારે કાંટો વાગે ત્યારે તે જગ્યાએ હિંગમાં પાણી નાખી એકમેક કરી તે મિશ્રણને વાગેલ ભાગમાં લગાવવું. કબજિયાત થાય એટલે હિંગના ચુરણમાં થોડો મીઠો સોડા નાખી રાત્રે સુતા પહેલા લેવું. આનાથી પેટ સાફ થઈ જશે.

હિંગ શકિતશાળી શ્વાસ ઉત્તેજક અને કફ નવિારણ છે. આ ગળામાં જામેલ કફ અને છાતીમાં જામેલ લોહિને ઠીક કરી રાહત આપે છે. હિંગ થી હાઈ બ્લડ પ્રશર કંટ્રોલમાં રહે છે.

(9:47 am IST)