Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

શું તમે ઈન્ટરવ્યૂ માટે જાવ છો ? તો બોસને કયારેય ન કહેવી આ વાતો

આખી દુનિયામાં કોઈપણ જગ્યાએ તમે નોકરી માટે જાઓ તો, ઈન્ટરવ્યૂ એક ખુબજ મુશ્કલીનું કામ રહ્યું છે. ઈન્ટરવ્યૂની શરૂઆત થતા પહેલા હંમેશા બધા કેન્ડીડેડ ના મનમાં એ વાત ખુબર ફરતી રહે છે કે, ખબર નહિં ઈન્ટરવ્યૂ માટે શું સવાલ પૂછશે? અને તેને સવાલોના જવાબ કેવી રીતે આપવા. આ મુશ્કેલી કોઈપણ લોકોની સાથે થઈ શકે છે.

તમારે ચિંતા કરવાની જરૂર નથી ઈન્ટરવ્યૂ સારૂ જશે અને તમને તેમાં સફળતા પણ મળે તે માટે અમે તમને થોડી વાતો જણાવવાના છીએ, જે વાતો તમારે ઈન્ટરવ્યૂ માટે જાવ ત્યારે કયારેય ન કહેવી. જો ન કહેવાની વાતો તમે કહો તો ઈન્ટરવ્યૂમાં ફેલ થવાના ચાન્સીસ ઘણા રહે છે. તો ચાલો જાણીએ કે તે કઈ-કઈ બાબતો છે જેને ઈન્ટરવ્યૂમાં કયારેફ ન કહેવી.

તમે કેટલું જલ્દી તમારા એમ્પ્લોઈઝને પ્રમોટ કરો છો

આ વાત કયારેય ભૂલેચૂકે પણ ઈન્ટરવ્યૂમાં ન કહેવી. આ બોલવાથી તમારા બોસ તમારાથી ગુસ્સો થઈ શકે છે. આ સવાલ એ દર્શાવે છે કે તમે કેટલા સ્વાર્થી છો. એટલા માટે આ સવાલ પૂછવાથી બચવું.

આઈ એમ સારી, મારે આ વિષે અત્યારે વાત કરવી છે

જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે હંમેશા તમારી સામે બેસેલા લોકોની વાત ધ્યાનથી સાંભળવી. જોબ લેવા માટે તેની સાથે કોઈપણ પ્રકારના બિનજરૂરી સવાલો ન કરવા. આ તમારા સિદ્ધાંતો દર્શાવે છે તથા ઈન્ટરવ્યૂ લેનાર તમારા આ સવાલથી તમને રિજેકટ કરી શકે છે.

હું મારો બિઝનેસ ખુબ જલ્દીથી ચાલુ કરવા માંગું છ

આજકાલ ઘણી કંપનીઓ એ લોકોમાં વધારે ઈન્ટરેસ્ટ બતાવે છે, જે પોતાનો બિઝનેસ કરવા માંગતા હોય તથા જો તમે કોઈપણ પ્રકારનો બિઝનેસ કરી ચુકયા છો, પરંતુ તમે જ્યારે પણ ઈન્ટરવ્યૂ આપો ત્યારે આ વાત ન કહેવી કે, હું મારો બિઝનેસ ખુબ જલ્દીથી ચાલુ કરવા માંગું છુ. આ વાતનો એ અર્થ નીકળે છે કે તમે કંપનીને શોર્ટ ટર્મ સર્વિસ આપવાના છો, તથા તમે કંપની સાથે લાંબા ગાળા સુધી નહિં જોડાય શકો.

મેં કયારેય પણ એકલા કામ નથી કર્યું

તમારૂ આ એક વાકય તમારી જવાબદારી અને ક્ષમતાઓમાં કમી બતાવે છે, જેથી તમારૂ ઈન્ટરવ્યૂ લેનાર એ વિચારવા લાગે છે કે આ વ્યકિત એકલા કામ નહિં કરી શકે તથા આને હંમેશા એક આધારની જરૂર રહેશે.

શું આપણે ઈન્ટરવ્યૂ જલ્દીથી નહિં પતાવી શકીએ, મારે બીજા ઈન્ટરવ્યૂ માટે જવાનું છે

તમે આ વાત કયારેય ભૂલેચૂકે પણ ઈન્ટરવ્યૂમાં ન કહો. આ પોતાના પગે કુહાડી મારવા સમાન છે. કોઈ ફ્રેશર્સ આવા પ્રકારના સવાલો તથા વાતો ઈન્ટરવ્યૂમાં કહે છે. જેને કારણે તે ઈન્ટરવ્યૂમાં રિજેકટ થાય છે. તેથી આ વાત તો કયારેય ન કહેવી.

મારામાં કોઈપણ પ્રકારની ખામી નથી

જો કોઈ વ્યકિત એમ કહે કે મારામાં કોઈપણ પ્રકારની ખામી નથી, તો તે દુનિયાનો સૌથી મોટો જુઠ્ઠો છે. કારણકે આ દુનિયામાં કોઈપણ વ્યકિત એવો નથી જેનામાં કોઈ ખામી ન હોય. આ વાત તમારા ખોટા અભિગમ ને દર્શાવે છે તથા આ વાત એ જણાવે છે કે ભવિષ્યમાં તમે તમારા કોઈપણ ઓટા કામની જવાબદારી પણ નહિં લો.

જો તમે મને સિલેકટ ન કરો તો તમે મને ભૂલી જશો

કયારેક-કયારેક એવું થાય છે કે કોઈ કંપની કોઈ કારણોસર સારા એમ્પ્લોઈઝને લ્ન્ટરવ્યૂમાં સિલેકટ નથી કરતા. પરંતુ, તે તેના રીઝયુંમ ને અવશ્ય સંભાળી રાખે છે, જે ભવિષ્યમાં  કામમાં આવે. તેથી કોઈપણ જગ્યાએ ઈન્ટરવ્યૂ માટે જાઓ તો આવી વાતો ન કરવી.

 

(9:47 am IST)