Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ક્રોનિક સ્ટ્રેસને કારણે યાદશકિત નબળી પડી રહી છે ? તો રોજ પાંચ કિલોમીટર દોડવા લાગો

લંડન તા.૧૬ : આજની સ્પર્ધાત્મક લાઇફમા સૌના જીવનમાં સ્ટ્રેસ કાયમી સમસ્યા છે. રોજેરોજ વધતા જતા સ્ટ્રેસને કારણે મગજમાં હિપોકેમ્પસ નામના ભાગમાં એની અસર થાય છે.ે એનાં લક્ષણોરૂપે યાદશકિત નબળી પડી રહી હોય એવું લાગે છે. અમેરિકાના યુટાહમાં આવેલી બ્રિગહેમ યંગ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે લાંબા સમયથી ચાલ્યા આવતા સ્ટ્રેસને કારણે જો યાદશકિત પર અસર વર્તાવા લાગી હોય તો નકારાત્મક અસર દુર કરવાનો સૌથી સરળ રસ્તો એકસરસાઇઝ છે. જેટલું વધુ સ્ટ્રેસ હોય એટલી વધુ એકસરસાઇઝ કરવી જરૂરી છે. ન્યુરોલોજી ઓફ લર્નિગ એન્ડ મેમરી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ એક દિવસમાં પાંચ કિલોમીટર દોડવાનું અથવા ઠંડા પાણીમાં પોણો કલાક સ્વીમીંગ કરવાનું જેવી શરીરને થાક લાગે એવી પ્રવૃત્તિ કરો સ્ટ્રેસની મગજ ઉપર થયેલી નકારાત્મક અસરોને થોડાક સમય માટે ભુંસી શકાય છે. આ અસર ટેમ્પરરી હોય છે. એટલે એકસરસાઇઝમાં નિયમીતતા જરૂરી છે.

(3:42 pm IST)