Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ટ્રાન્સજેન્ડર મહિલાએ પહેલીવહેલી વાર બાળકને સ્તનપાન કરાવ્યું

ન્યુયોર્ક તા.૧૬ : અમેરિકાના ડોકટરો પહેલીવાર ટ્રાન્સજેન્ડર મહિલાએ તેના સંતાનને સ્તનપાન કરાવે એના પ્રયોગમાં સફળ રહયા છે.

માઉન્ટ સિનાઇની હોસ્પિટલમાં ૦ વર્ષની ટ્રાન્સજેન્ડર મહિલાને સાડા ત્રણ મહિના પહેલા કેટલીક દવાઓ અને હોર્મોનલ સપ્ટિલમેન્ટસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એને કારણે તેના બ્રેસ્ટસમાં દુધ પેદા થયુ હતુ અને એ દુધથી તે પોતાના બાળકને છ વીક સુધી પોષણ આપી શકે એટલું મિલ્ક પ્રોડયુસ થયુ હતુ. અમેરિકન પ્રોફેસર અને અંતઃસ્ત્રાવી નિષ્ણાંતોનું કહેવું છે કે ટ્રાન્સજેન્ડર મહિલાના શરીરમાં મિલ્ક પ્રોડકશન કરીને બાળકને પોષણ આપી શકવામાં સફળતા દર્શાવતો આ પહેલો કિસ્સો મેડિકલ ઇતિહાસમાં ડોકયુમેન્ટ થયો છે.

(3:33 pm IST)