Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સ્ટ્રોક આવ્યો હોય એવા દર્દીઓને વિડીયોગેમ રમાડશો તો તેમનું હરવા-ફરવાનું સુધરી જશે

લંડન તા.૧૬ : સામાન્ય રીતે સ્ટ્રોક આવ એ પછી મગજનો ચોકકસ ભાગોમાં ડેમેજ રહી જાય છે. એના કારણે મગજની શરીરને કન્ટ્રોલ કરવાની ક્ષમતા ઘટી જાય છે. કયારેક તો આંશિક કે સંપુર્ણ લકવો થઇ જાય છે. સ્ટ્રોકની અસરમાંથી બહાર આવ્યા પછી પણ દર્દીના શરીરના હલન ચલન પર મગજનો કન્ટ્રોલ પાછો આવેઅને મુવમેન્ટમાં ચપળતા વધ એ માટે તેમને વિડીયોગેમ્સ રમાડવી જોઇએ એવું બ્રિટીશ નિષ્ણાંતોનું કહેવું છે. બ્રિટનની ઇમ્પીરીયલ કોલેજ લંડનના સંશોધનકર્તાઓએ દર્દીઓને વિડીયોગેમને થેરપીની જેમ રમાડવાની હિમાયત કરી છે. એમ કરવાથી મગજને શરીરના ઘણાંબધાં ફંકશન્સ માટે સભાન થવું પડે છે. એનાથી અટેન્શન ુધરે છે અને પ્રતિક્રિયા આપવાની મગજની ઝડપ વધેછે. મતલબ કે સામેથી કશુંક તેમના તરફ ફેંકાઇ રહયું હોય તો તરત જ બીજી બાજુએ ઢળીને સ્વબચાવ કરવાની ચપળતા આવે છે. મગજમાં અસરગ્રસ્ત ભાગોમાં ન્યુરોન્સનું કમ્યુનિકેશન પણ વિડીયોગેમ્સથી સુધરી શકે છે.

(4:00 pm IST)