Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

લંડન ની ઇન્ડિયન રેસ્ટોરાંમાં બટાટાની ભાજીમાંથી નીકળી ૧ર સ્ટેપલર પિન્સ

લંડન, તા. ૧૬ : લંડનના સ્ટેન્મોર ટાઉનમાં ઇન્ડિયન ફૂડ પીરસતી એવરેસ્ટ સ્પાઇલ ધ હનીપોટ નામની રેસ્ટોરાંમાં ગયા અઠવાડિયે બાવીસ વર્ષની કરિશ્મા હાલાઇ નામની યુવતીએ ફેમિલી માટે ઇન્ડિયન ફૂડ ઓર્ડર કર્યું હતું. ઘરે લઇ જઇને તેણે એમાંથી બટાટાની ભાજી કાઢી. મોટા ભાગની ભાજી ખવાઇ ચૂકી હતી ત્યારે એક કોળિયો મોંમાં જતાં કંઇક ખટકયું. તેણે તરત જ કોળિયો થૂંકી કાઢયો. આ એક કોળિયામાંથી પૂરી એક ડઝન સ્ટેપ્લર પિન્સ નીકળી હતી.

(3:31 pm IST)