Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સિંગલ ફાધર હોવુ વધુ કઠિન અને સ્ટ્રેસફુલ છે

નવી દિલ્હી તા.૧૬ : બાળકોના ઉછેર મમ્મી અને પપ્પા બન્નેની છત્રછાયામાં થાય તો જ તેમનો સ્વસ્થ શારીરીક-માનસિક અને ઇમોશનલ વિકાસ થાય એવું કહેવાય છે. જો કેે એ વાત માતન્ર બાળકના સંબંધમાં જ સાચીનથી. પેરન્ટિ઼ગના સંબંધમાં પણ એટલી જ સાચી વાત છે.જો મમ્મી કે પપ્પા એકલા હાથે સંતાનનો ઉછેર કરતા હોય તો તેમના માનસિક - શારીરીક સ્વાસ્થ્યમાં પણ બહુ મોટી અસર જોવા મળે છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના નિષ્ણાંતોનું કહેવું છે કે એકલપંડે બાળકનો ઉછેર કરતાં હોય એવા સ્ત્રી-પુરૂષોના જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ ત્રણ ગણુ વધુ હોય છે. આંકડાઓની દૃષ્ટિએ જોઇએ તો આ સ્ટ્રેસ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધુ ખરાબ અસરો જન્માવે છે. કેનેેડામાં છેલ્લા ૧૧ વર્ષમાં ૪૦,પ૦૦ લોકોના અભ્યાસ કરીને નોંધવામાં આવ્યું હતું કે સિંગલ પિતા હોય તેઓ ક્રોનિક સ્ટ્રેસ અને પુરતી સપોર્ટ સિસ્ટમના અભાવે નબળુ સ્વાસ્થ્ય ધરાવે છે અને તેમનું મૃત્યુ વહેલું થાય એવી સંભાવના પણ વધે છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યુ હતુ કે સિંગલ ફાધર્સની જીવનશૈલી અનહેલ્ધી હોય છે. ડાયટમાં અનિયમિતતા શરીરને જરૂરી તીવ્રતાવાળી કસરતોનો અભાવ અને દારૂ - સિગારેટ જેવા વ્યસનોને કારણે તેમને ઓબેસિટી, ડાયાબિટીઝ અને હાર્ટ-ડિસીઝ જેવા લાઇફ સ્ટાઇલ ડિસીઝ થવાનું રિસ્ક વધે છે અને પરિણામે અકાળે અવસાન થવની સંભાવના વધે છ.

(3:31 pm IST)