Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

એકલતા પસંદ છે તો તમે બીજા કરતા વધુ હોશિયાર છો!

 એકલા અને એકલતાને હંમેશા લોકો નકારાત્મક રૂપે જોવે છે. પરંતુ કદાચ તમે આ જાણીને હેરાન રહી જશો કે સોશ્યલ લાઈફથી અલગ રહેવાથી તમારી રચનાત્મકતા વધે છે. આ વાત એક સંશોધનમાં સામે આવી છે.

પર્સનાલીટી એન્ડ ઇન્ડીવીઝીયલ ડીફરન્સ પત્રીકામાં છપાયેલ આ સંશોધન અનુસાર, જે લોકો પોતાની સોશ્યલ લાઈફથી અલગ એકલા સમય પસાર કરવો પસંદ કરે છે તેની ક્રિએટીવીટીમાં વધારો થાય છે. સાથે જ આવા લોકો નવા આઈડીયા શોધવામાં વધારે કુશળ હોય છે. સંશોધન સાથે સંકળાયેલ લેખક જુલી બોકરે જણાવ્યું કે, 'આપણે મિત્રો કે પરિવારજનોથી અલગ રહેનાર લોકોની આ આદતના ફાયદા અને નુકશાનને સમજવાની જરૂર છે.'

સંશોધન અનુસાર, કેટલાક લોકો ગભરાટને કારણે એકલા રહે છે. જ્યારે કેટલાક લોકોને વધારે હળવુ-મળવુ પસંદ હોતુ નથી. આવા લોકો સોશ્યલ લાઈફથી ભાગવા ઈચ્છે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે શરમીલા ન હોવા છતા લોકો સાથે રહેવાને બદલે એકલતા વધારે પસંદ કરે છે.

એકલતાનો કોઈ નકારાત્મક પ્રભાવ નથી

એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, આવા વ્યકિત જે પોતાના જીવનમાં કેટલોક સમય બીજાથી અલગ રહી વાંચન, કોઈ કામ કરવા અથવા તો કોમ્પ્યુટર ઉપર પસાર કરે છે. તેના પર એકલતાની સકારાત્મક અસર થાય છે.

બીજાની સાથે રહેવાને બદલે પોતાની સાથે વધારે સમય પસાર કરનાર યુવાઓનસ રચનાત્મકતા વધે છે અને સાથે તે બીજાની સરખામણીએ નવા આઈડીયા લાવવામાં વધુ સારા હોય છે.

આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, વધારે સમય એકલા રહેનાર લોકો કોઈ બીજા વ્યકિત સાથે વાત કરવાની પહેલ કરતા નથી. પરંતુ, એવુ નથી કે તે કોઈ સામુહિક સંમેલનમાં જવાનું નિમંત્રણ ઠુકરાવી દે છે.

(10:03 am IST)