Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સ્પેનમાં લોકો બિયરથી ભરેલા ટબમાં ડૂબકી લગાવીને રિલેકસ થાય છે

બિયર પીવો અને બિયરમાં ડૂબકી લગાવો

લંડન તા. ૧૬ : જો તમને બિયર પીવાનો શોખ છે અને તમે ઈચ્છો છો કે ગમે તેટલી બિયર પીવો છતા કોઈ તમને રોકી ન શકે તો સ્પેનના ગ્રનાડા શહેરમાં પહોંચી જાવ. સ્પેનના ગ્રનાડા શહેરમાં ખુલ્યો છે પહેલો બિયર સ્પા, જયાં કસ્ટમર્સ બિયરના ટબમાં નાહતા-નાહતા જ બિયર પીવાનો આનંદ માણી શકે છે.

એન્ટિઓકિસડેન્ટ્સ અને વિટામીન બીથી ભરપૂર બિયર તમારી સ્કીન અને વાળ માટે ખૂબ સારી માનવામાં આવે છે. યૂરોપમાં આમ પણ બિયર સ્પા ખૂબ જ ફેમસ છે અને લોકો ઘણીવાર સ્ટ્રેસ ઓછો કરવા અને રિલેકસ થવાના ઈરાદાથી અહીંયા આવે છે.

બિયરથી ભરેલા ટબમાં નહાવાથી તમારી સ્કીન ફ્રેશ થઈ જાય છે સાથે જ સ્કીનમાં રોમછિદ્ર પણ સ્વચ્છ થઈ જશે, જેનાથી ખીલ અને ડાઘ દુર થઈ જશે.

સાથે જ બિયરમાં નહાવાથી બ્લડ સકર્યુલેશન સારું થાય છે, સ્ટ્રેસ ઓછો થાય છે અને હૃદયની ગતિ સારી થાય છે. એવામાં જો તમે પણ પોતાનો થકાવનારા શિડ્યુલથી બહાર નીકળીને પોતાને સ્પેશિયલ ફિલ કરાવવા ઈચ્છો છો તો બિયર બાથ તમારા માટે પરફેકટ ચોઈસ છે.(૨૧.૭)

(10:03 am IST)