Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

લેટિન સહીત સાઉથ આફ્રિકામાં ઓક્સિજન ખરીદવા લોકોની લાંબી લાઈન જોવા મળી

નવી દિલ્હી: લેટિન અને સાઉથ અમેરિકીન દેશમાં અતિશય સંક્રમણને કારણે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે, નવો સ્ટ્રેન દુનિયાના કેટલાય ભાગ સુધી પહોંચી ગયો છે. કોરોનાની મહામારી સામે લડી રહેલા દેશમાં કોરોના જીવલેણ બની રહ્યો છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાંથી સામે આવ્યું છે કે, ગત વર્ષ હોસ્પિટલમાં એડમિટ 40% દર્દીઓના મોત નીપજ્યા છે.

       પણ સુપર કોવિડ વાયરસ જે વાયસનો નવો સ્ટ્રેન છે ખૂબ ખતરનાક છે. ફેલાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. એના સંક્રમણના કેસ પણ બ્રાઝિલમાં જોવા મળ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વાયરસ અમેરિકા સુધી પહોંચી ગયો છે. જેના કારણે દુનિયામાં ભયનો એક માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે, સુપર કોવિડ 19 વાયરસનો નવો સ્ટ્રેન કોરોનાની રસીને પણ બેઅસર બનાવી શકે છે.

(6:22 pm IST)