Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ચીનના 12000કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવ પર સરકાર કરી રહી છે વિચારણા

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર ચાલી રહેલા ટકરાવની વચ્ચે ભારતે વિદેશથી આવતા મૂડીરોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે.ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવામાં આવ્યા છે. પૈકીના મોટાભાગના પ્રસ્તાવો અગાઉથી જે રોકાણ થયેલુ છે તેમાં વધારો કરવા માટેના છે.ખાસ કરીને દેશના કેટલાક મોટા સ્ટાર્ટઅપ પેટીએમ, ઝોમેટો જેવા સાહસોમાં ચીની રોકાણકારોએ મોટા પાયે રોકાણ કર્યુ છે અને તેઓ વધારે ફંડ તેમાં નાંખવા માંગે છે.જોકે સરકારની મંજુરી વગર શક્ય નથી.સિવાય પાવર, ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ અને ફાઈનાન્સ સેક્ટર માટે પણ પ્રસ્તાવો સરકાર પાસે મંજૂરીની રાહ જોઈને પડયા છે.

          ભારત સરકાર દ્વારા થઈ રહેલી આનાકાનીનો મુદ્દો ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ પણ ઉઠાવી ચુક્યુ છે.સરકારે એપ્રિલ મહિનામાં ચાઈનીઝ કંપનીઓ પર લગામ કસવા માટે ફેરફાર કર્યા હતા.માર્ચ મહિનામાં કોરોનાના કારણે શેર બજાર ગગડયુ હતુ ત્યારે ચીનના રોકાણકારોએ ભારતીય કંપનીઓમાં હિસ્સેદારી વધારવાનુ શુ કર્યુ હતુ.પછી સરકારે ચીનના વધતા વર્ચસ્વને રોકવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા.હવે ચીન સહિતના ભારતના પાડોશી દેશો સરકારની મંજૂરી પછી રોકાણ કરી શકે છે.

(6:21 pm IST)