Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

વૈજ્ઞાનિકોએ કરી નવી શોધ: મગજમાંથી જ કરી શકાય છે વિચારોને નિયંત્રિત

નવી દિલ્હી: સંશોધકોએ જણાવ્યું કે મગજમાં તંત્રિકા કોશિકાઓના વિવિધ વર્ગ સકારાત્મક અને નકારાત્મક વિચારોને નિયંત્રિત કરે છે. તે માટે મગજના કેન્દ્રમાં વિચારોથી વિપરીત સિગ્નલ મોકલે છે. અમેરિકાની કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના બો લી સહિત અન્ય સંશોધકોએ જણાવ્યું કે તંત્રિકાઓના આ બંને સમૂહની ગતિવિધિમાં સંતુલનથી જાણ થાય છે કે કોઇ વ્યક્તિ સકારાત્મક વિચારો દરમિયાન આનંદ શોધે છે કે નકારાત્મક વિચારો દરમિયાન પોતાની પરેશાનીથી છુટકારો મેળવે છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર આ તંત્રિકા કોશિકાઓ દ્વારા નિયંત્રિત વ્યવહાર માનસિક બીમારીથી પીડાતા લોકોમાં બાધિત થાય છે. સંશોધકોએ જણાવ્યું કે ડિપ્રેશન થી પીડાતા લોકો એ કાર્યો કરવાનું બંધ કરી દે છે, જેનાથી તેમને ક્યારેક ખુશી મળતી હતી. સંભવિત ખતરાથી બચવા તેઓ કોઇ પણ હદ સુધી ચિંતા કરતા રહે છે.

(6:09 pm IST)