Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ઈટલીની રાજધાનીમાં ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: વાયુ પ્રદુષણ દુનિયા આખીમાં ચિંતાનું કારણ બની ગયું છે આ મામલે ઇટલી ખુબજ ચિંતિત છે. ઈટલીની રાજધાની રોમમાં ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે રોમમાં સતત તડકો અને વરસાદના કારણોસર હવામાં પ્રદુષણ ફેલાઈ ગયું છે જેના કારણોસર લોકોના જીવનને ખુબજ નુકશાન પહોંચી રહ્યું છે. આ દેશમાં ડીઝલ કાર સિવાય અન્ય નાના નાના  વાહનો પણ સવારથી લઈને રાત સુધી શહેરમાં પ્રવેશ નહીં કરી શકે.

આ નિર્ણયથી શહેરમાં સીધી રીતે દસ લાખ વાહનો ઓછા થઇ જશે.પરંતુ પર્યાવરણ સંગઠને આ નિર્ણય ઓછા સમયમાં લીધો હોવાનું માલુમ પડી રહ્યું છે. રોમમાં સવારે 7.30 થી લઈને 8.30 વાગ્યા સુધી આ પાબંધી શરૂ રહેશે।મિલાન,તુરિન,ફ્લોરેંસ,પિયાસેજા,પાર્મા,રેગિયો,એમીલા,મોડેનામાં પણ પ્રદુષણને લઈને સ્થાનિક પ્રશાસને વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

(6:08 pm IST)