Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અફઘાનિસ્તાન: સેના અભિયાનમાં ચાર તાલિબાની આતંકવાદીને ઠાર: 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી જાવજાન પ્રાંતમાં સુરક્ષા બળોના અભિયાનમાં ચાર તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય 10ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. અધિકારીક સૂત્રોદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અધિકારી અબ્દુલ મારુફ અજારે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ અભિયાન મંગળવારના  રોજ શરૂ કરવામાં આવ્યું હતું જેનો હેતુ જાવજાન પ્રાંતના ખનેકા તથા ફાયાબાદ જિલ્લામાં તાલિબાની આતંકવાદીઓને સાફ  કરવાનો છે.

(6:06 pm IST)