Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ઇરાકમાં અમેરિકન એરફોર્સના બેઝ પર રોકેટ છોડવામાં આવ્યું: અમેરિકી સૈનિક તૈનાત

નવી દિલ્હી:ઇરાકમાં ફરી એક વખત અમેરિકન એરફોર્સના બેઝ પર રોકેટ છોડવામાં આવ્યા છે. બગદાદની ઉત્તરમાં આવેલો અમેરિકન નેતૃત્ત્વવાળી ગઠબંધન સેનાઓના બેઝ પર ક્ત્યુશા રોકેટ છોડવામાં આવ્યા હતાં. ઇરાકની સેનાએ આપેલી માહિતી મુજબ આ એરબેઝ પર અમેરિકન સૈનિક પણ તૈનાત છે. જો કે આ હુમલાની કોઇએ પણ જવાબદારી લીધી નથી.

જો કે હુમલાને કારણે જાનમાલના નુકસાન અંગે કોઇ માહિતી મળી નથી. આ એરબેઝનો ઉપયોગ અમેરિકન સેના કરે છે. મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છેકે આ નવેસરથી કરાયેલા હુમલાથી સ્પષ્ટ છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી રહી છે.

(6:04 pm IST)