Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

12વર્ષની આ નાનકડી છોકરીએ કર્યું અનોખું કામ: હવે કપડાં સંકેલવામાં લાગશે માત્ર ત્રણ સેકેંડ

નવી દિલ્હી :મોટાભાગની મહિલાઓની કપડાંને ગળી કરવાનો વાડવાંનો ખુબજ ત્યારે આવા લોકો માટે 12 વર્ષની એક નાનકડી છોકરી એ આ કામ સહેલું કરી દીધું જેથી કપડાં વાડવામાં ફક્ત 3 સેકન્ડ લાગશે જાણો.તમે કલ્પના કરી હશે તેના કરતા નાઈજિરિયા ઘણો અલગ દેશ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના બાળકો છેલ્લા ઘણા સમયથી કોડિંગ કરી રહ્યા છે.

તે હવે એટલા હોંશિયાર બની ગયા છે કે જાતે પોતાના રોબો બનાવી શકે છે. આ રોબો તેમને રોજ-બરોજના કામ કરવામાં મદદ કરે છે. આવું જ એક ઉદાહરણ છે ફાતિઆ અબ્દુલ્લાહીનું. તેણે કપડા ઘડી કરવા માટે રોબોટ બનાવ્યો છે જે ખૂબ જ ફટાફટ કપડા વાળવાનું કંટાળાજનક કામ પૂરુ કરી દે છે.ફાતિઆ ફક્ત બાર જ વર્ષની છે પરંતુ તેણે એક એવું ડિવાઈસ બનાવ્યુ છે જે ફટાફટ કપડા ઘડી કરી આપે છે. રોઈટર્સ સાથેની વાતચીતમાં પાતિઆએ જણાવ્યું, મેં પિન્સ, બીમ્સ અને EV3 બ્રિકનો ઉપયોગ કરી આ મશીન બનાવ્યું છે.EV3 બ્રિક એક એવી પ્રોગ્રામ કરી શકાય તેવી સર્કિટ છે જે LEGOના રોબોટનો સૌથી મુખ્ય ઘટક છે. આ એવો રોબોટ્સ છે જે બાળકો જાતે બનાવી શકે છે અને બેઝિક કામ કરવા માટે જાતે પ્રોગ્રામ કરી શકે છે.

(6:02 pm IST)