Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આકાશમાં થયો સ્પાઈડરનો વરસાદ

નવી દિલ્હી: બ્રાજિલના મીનસ ગેરિસ વિસ્તારમાં અચાનક આકાશમાં સ્પાઈડરનો વરસાદ થવા લાગ્યો હતો જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ અજીબોગરીબ ઘટનાનો વિડીયો ત્યાં જ નજીકમાં રહેતા કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે જેને જોઈને સહુ કોઈને અચરજ લાગી રહી છે.વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે કઈ રીતે આકાશમાં સ્પાઈડર ઉડી રહ્યા છે અને એવું દેખાઈ રહ્યું છે કે તેનો જ વરસાદ થઇ રહ્યો છે લોકો એ વિચારમાં મુકાઈ ગયા છે કે આ સાચે બન્યું છે શું આ રીતે આકાશમાં સ્પાઈડરનું હોવું એ શક્ય છે.

(6:03 pm IST)