Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

યુવતીએ ગુસ્સામાં આવી 1.59 લાખ મેસેજ કરી દેતા પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી: અમેરિકામાં એક યુવતીએ રિજેક્ટ થયા બાદ સ્કિન કેયર પ્રોડક્ટ કંપનીના સી.ઈ.ઓને 1.59 લાખ મેસેજ મોકલી દીધા હતા 31 વર્ષીય આ યુવતીએ ધમકીભર્યા મેસેજ મોકલતા ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યુવતી ફ્લોરિડાની રહેવાસી છે અને તેનું નામ જૈકલીન એડીસ છે તેની ડેટિંગ એપની મદદથી એક કંપનીના સી.ઈ.ઓ સાથે મુલાકાત થઇ હતી અને પછી આ શખ્સે તેને રિજેક્ટ કરી દેતા આ યુવતીએ તેને 1.59 લાખ મેસેજ કરતા શખ્સની ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી છે.

(5:59 pm IST)