Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

૨૬,૦૦૦ રૂપિયામાં વેચાઇ રહ્યું છે અજીબોગરીબ જીન્સ

ગયા વર્ષે એક જીન્સની તસ્વીરો વાઇરલ થઇ હતી જેમાં માત્ર પોકેટ અને ઝિપ જ હતાં. એ સિવાય માત્ર પગની લંબાઇનું માળખું હતું. ૧૧,૦૦૦/ રૂપિયામાં વેચાવા નીકળેલું એ જીન્સ બહુ ટૂંકા સમયમાં જ સોલ્ડ-આઉટ થઇ ગયેલું. હવે ૨૦૧૯ની શરૂઆતમાં ફરી એક વાર અળવીતરું જીન્સ સોશ્યલ મીડિયામાં છવાયું છે. યુકેનના ફેશન-ડિઝાઇનર સેનિયા શ્નાઇડર નામના ફેશન-ડિઝાઇનરના પ્રી-ફોલ ૨૦૧૯ કલેકશનનો એ ભાગ છે. આ જીન્સમાં એક પગ ચપોચપ ચોંટી જાય એવો ફિટ છે, જયારે બીજો પગ લેંઘા જેવો ખૂલતો છે. લોકો મૂંઝાઇ રહ્યા છે કે આ જીન્સ છે કે કેપ્રી/પલાઝો? આ જીન્સની કિંમત ૨૯૦ યુરો એટલે કે લગભગ ૨૬પ૩૭ રૂપિયા છે.

(3:38 pm IST)