Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નૈરોબીની હોટલમાં વિસ્ફોટો : આતંકી હુમલાની સંભાવના

કેન્યાની રાજધાની નૈરોબીની હોટલમાં કેટલાક હુમલાખોરોએ હુમલો કરતા અફરાતફરી ફેલાઈ ગઈ છે. હોટલમાંથી વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. હોટલની બહાર પાર્ક કરાયેલી કારો બળીને ખાખ થઈ ગઈ હતી. નૈરોબીની પોલીસે હોટલમાં ધસી જઈ પ્રવાસીઓને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. નૈરોબી પોલીસે આતંકી હુમલો હોવાની આશંકા વ્યકત કરી છે. એન્ટી ટેટરર પોલીસની પણ મદદ લેવામાં આવી છે. નૈરોબીમાં વર્ષ ૨૦૧૩માં અલ-શબાબ નામના ઈસ્લામીક ચરમપંથી ગ્રુપે શોપીંગ સેન્ટરમાં હુમલો કર્યો હતો. જેમાં હુમલામાં ૬૭ લોકો માર્યા ગયા હતા.

 

(2:30 pm IST)