Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હેન્ડબેગને સાફ કરવાની ટીપ્સ..

કપડાની જેમ આપણા હેન્ડબેગને પણ સફાઈની બહુ જ જરૂર હોય છે. નહિં તો તેમાં વાસ આવવા લાગે છે. પર્સને ઘોવા ઉપરાંત કેટલીક બાબતો એવી પણ છે, જેના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે તમે તમારૂ પર્સ કેવી રીતે ઓર્ગેનાઈઝ કરીને રાખો છો.  કેટલીક આસાન ટિપ્સથી તમે તે કરી શકશો.

 હળવા ગરમ પાણીમાં લિકિવડ સાબુ મિકસ કરીને હેન્ડબેગના બહારના હિસ્સાની સફાઈ કરો. તમે ઈચ્છો તો લિકિવડ સાબુને બદલે શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છોે. તેનાથી બહારના ભાગમાં લાગેલી ધૂળ દૂર થઈ જશે.

 કયારેય પણ બેગની સફાઈ માટે બેબી વાઈપ્સ, વિનેગર કે અન્ય ઘરેલુ સામાનનો ઉપયોગ ન કરો. ખાસ કરીને ડાઘા દૂર કરવા માટે તો નહિં જ. આ પ્રોડકટ્સમાં કેમિકલનો ઉપયોગ હોય છે, જેનાથી બેગનો કલર ડેમેજ થઈ શકે છે.

 જેમ ચપ્પલને સમયાંતરે પોલિશની જરૂર પડે છે, તેમ તમારા લેધર બેગને પણ નિયમિત રીતે પોલિશ કરો. માર્કેટમાં એવા અનેક પ્રોડકટ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમે તમારા બેગને ચમકાવી શકો છો.

 જો તમને ઘરે આવીને હેન્ડબેગને ખૂણામાં ફેંકી દેવાની આદત છે, તો એ છોડી દો. ઘરે આવીને બેગને વોર્ડરોબમાં સીધી ઉભી કરીને રાખી દો.

 જો તમારા બેગ પર કોઈ નિશાન લાગ્યું છે, તો તેને ઘરે આવીને સાફ કરશો તેવુ ન વિચારો. તરત જ નિશાન સાફ કરી લો. ત્યાર જ હેન્ડબેગની ચમક લાંબા સમય સુધી બની રહેશે.

 જો તમારી બેગ કાપડની નથી તો તેને વેકયુમ કલીનરથી સાફ કરીને, તડકામાં સૂકવો. બેગની અંદરના નાના નાના પોકેટને સાફ કરવાનું જરા પણ ન ભૂલતા. જો લેધરની બેગ છે, તો તેને સુતરાઉ કપડાથી સાફ કરો. જો બેગ સિલ્ક કે વેલવેટનું બનેલું છે, તો તેને ડ્રાયકલીનિંગમાં જ આપો.

(10:01 am IST)