Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ

મોટા ભાગની છોકરીઓને સૌંદર્ય સંબંધી કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે.  તેઓ તે સમસ્યાના સમાધાન માટે બજારમાં મળતી અનેક કેમિકલયુકત પ્રોડકટનો ઉપયોગ કરે છે. છતા પણ જોઈએ તેવુ પરિણામ પ્રાપ્ત થતુ નથી. તો જાણો સૌંદર્યની અનેક સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ

. લીમડાની લીંંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે અને ચહેરાની ત્વચા મૂલાયમ બને છે.

. જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.

. ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઠીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી ૨૦ મીનીટ પછી ચહેરો ધોઈ નાખવો.

. કાંદા શેકીને તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.

 

(10:00 am IST)