Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હેલ્ધી રહેવું હોય તો મગફળી ખાવ, બદામ ખાવા જેટલા જ ફાયદા થશે

સસ્તી બદામ

સીંગદાણાને સસ્તી બદામ કહેવામાં આવે છે. તેમાં લગભગ બધા જ પોષકતત્વ હોય છે જે બદામમાં મળે છે. બદામ મોંધી હોય જ્યારે મગફળી સસ્તી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તેની માંગ ખાસ વધી જાય છે.

૧૦૦ ગ્રામ સીંગમાં આટલા ગુણ

સો ગ્રામ કાચી મગફળીમાં ૧ લીટર જેટલું પ્રોટીન હોય છે. મગફળીને શેકીને ખાવાથી જેટલી માત્રામાં ખનીજ મળે છે તેટલું તો ૨૫૦ ગ્રામ મીટમાં પણ નથી મળતું. મગફળીનું તેલ પણ અનેક રીતે ફાયદાકારક છે.

ત્વચા માટે ફાયદાકારક

મગકળી તમારી ત્વચા પરના જીવાણુઓને ખાત્મ કરી દે છે. મગફળી સાચા અર્થમાં પોષક તત્વોનો ખજીનો છે અને તે ખાવાથી અનેકાનેક લાભ થાય છે. તેમાંથી મળતુ પ્રોટીન એટલુ ફાયદાકારક હોય છે કે આયુર્વેદમાં મગફળીના તેલનો ઉપયોગ અનેક દવા બનાવવામાં કરવામાં આવે છે.

હૃદયરોગની શકયતા ઘટે

અઠવાડિયામાં પાંચ દિવસ જો તમે સીંગદાણાનું સેવન કરો તો તેનાથી હૃદયરોગની શકયતા ઘટે છે. આ ઉપરાંત તે કોલેસ્ટરોલ કાબુમાં રાઅવામાં પણ મદદ કરે છે.

હાડકા મજબૂત બને છે

મગફળીના સેવનથી હાટકા મજબૂત  બને છે. તેનું કારપ છે મગફળીમાં ઉપસ્થિત કેલ્શિયમ અને વિટામીન-ડી. આ હાડકા માટે એક ખૂબ જ અસરકારક અને સસ્તો ઈલાજ છે.

હોર્મોન્સ બેલેન્સ કરવા માટે

શરીરની અલગ અલગ પ્રક્રિયાઓને સારી રીતે ચલાવવા માટે હોર્મોન્સનું બેલેન્સ શરીરમાં રહે તે જરૂરી છે. રોજ મગફળી ખાવાથી પુરૂષ અને સ્રીઓ બંનેમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે.

કેન્સરનો ઈલાજ

મગફળીમાં પોલિફિનોલિક નામનું એનટી ઓકિસડન્ટ હોય છે. એ પેટના કેન્સરની શકયતા ઘટાડે છે. અઠવાડિયામાં એક વખત પીનટ બટર ખાવાથી પુરૂષો અને મહિલાઓમાં પેટનું કેન્સર થવાની શકયતા ઘટી જાય છે.

 

(10:00 am IST)